Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

પોલીયોના ઓપરેશન માટેની સરકારી સહાય યોજના બંધ

ગુજરાત પોલીયો મુક્‍ત થયુ છે, માં કાર્ડ હેઠળ ઓપરેશનની સુવિધા હોવાથી પોલીયો વખતની યોજના રદ

રાજકોટ,તા. ૩ : પોલિયોના દર્દીઓ માટે ઓપરેશન દરમિયાનના અને ઓપરેશન પછીના કાર્યક્રમો અંગેની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં પોલિયો ઓપરેશન દીઠ દવા ખર્ચ વિગેરે મળી રૂા. ૨૦૦૦ અને કેલીપર્સના રૂા. ૧૫૦૦ સહિતની જોગવાઇ હતી.
સરકારે ૨૯ એપ્રિલે પ્રસિધ્‍ધ કરેલ પરિપત્રમાં જણાવાયું છે કે પુખ્‍ત વિચારણાને અંતે પોલિયોના દર્દીઓ માટે ઓપરેશન દરમિયાનના અને ઓપરેશન પછીના કાર્યક્રમો બાબતની યોજના બંધ કરવા બાબતે મંજુરી આપવામાં આવે છે. (૨૨.૩૭)

 

(3:37 pm IST)