Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ભારત વિકાસ પરિષદ જુનાગઢ શાખા દ્વારા દિવ્‍યાંગોને સાધન સહાય અર્પણ

નગીનભાઇ જગડા અને અર્પણ ફાઉન્‍ડેશનનો આર્થિક સહયોગ : કૃત્રિતમ હાથ-પગ, કેલીપર્સ, વોકર ટ્રાયસીકલ સહીતની મદદ

રાજકોટ : ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખા, આનંદનગર શાખા રાજકોટ તથા વિકલાંગ કેન્‍દ્ર પાલડી આયોજીત અર્પણ ફાઉન્‍ડેશન તથા નગીનભાઇ જગડાના આર્થિક સહયોગથી નટવરસિંહ સેવા ભવન ખાતે દિવ્‍યાંગ કેમ્‍પનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતુ. અગાઉ જે લાભાર્થીઓના માપ લેવામાં આવેલ તેવા ૧૬૦ લાભાર્થીઓને કૃત્રિમ હાથ, પગ, કેલીપર્સ, વોકર વગેરે આપવામાં આવેલ. તથા ૪૦ લાભાર્થીઓને વ્‍હીલ ચેર તથા ટ્રાઈસીકલ નિશુલ્‍ક આપવામાં આવેલે. આ સેવા યજ્ઞમાં પુ.સંતશ્રી મુકતાનંદજી બાપુ(ચાપરડા)એ ઉપસ્‍થિત રહી આશીર્વાદ વરસાવ્‍યા હતા. તેમના હસ્‍તે દીપ પ્રાગટય સાથે શુભારંભ કરવામાં આવેલ. જૂનાગઢ જીઆઇડીસી એસોશીયેશન પ્રમુખ ભરતભાઈ સિરોયા, રાજાણી ગ્રુપ ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝના મુકેશભાઈ રાજાણી, ભા.વી.પ. પાલડી શાખા પ્રમુખ  નીલાંગભાઇ વોરા, આનંદનગર શાખા રાજકોટના ટ્રસ્‍ટી હેમંતસિંહ ડોડીયા વગેરે ગણમાન્‍ય પ્રબુધ્‍ધ નગરજનો વિશેષ ઉપસ્‍થિત રહેલ. આજના કેમ્‍પમાં આવેલ લાભાર્થીઓમાં જેઓ ચાલી નહોતા શકતા તેઓ જાતે ચાલતા થયા,  જેમનો હાથ કપાયેલો તેઓને કૃત્રિમ હાથ મળ્‍યો. ઉપરાંત  જેમને ખરેખર આવશ્‍યકતા હતી તેવા  લાભાર્થીઓને ટ્રાઈસીકલ અને વ્‍હીલ ચેર આપવામાં આવી. દાતાશ્રી નગીનભાઇ જગડા, વિનુભાઈ જગડા તથા પ્રફુલભાઇ ગોસ્‍વામી અને અન્‍ય સર્વે દાતાઓ દ્વારા આર્થિક યોગદાનનો સંપૂર્ણ સદુપયોગ થયેલો જોઈ તેઓ પણ સંતુષ્ટ થયેલ. ભારત વિકાસ પરિષદના આ મહા સેવાયજ્ઞમાં સહયોગી આનંદનગર શાખાના કાર્યકર્તાઓ બકુલભાઈ દુધાગારા, જેઠસુરભાઈ ગુજરીયા, કરશનભાઈ મેતા, રમેશભાઈ દત્તા, અગ્રાવતભાઈ,  જેન્‍તીભાઇ કોરાટ વગેરે તથા જૂનાગઢ શાખાના કાર્યકર્તા બંધુઓ પરેશભાઈ મારૂ, કિરણસિંહ ગોહિલ, સાગરભાઇ કારેલીયા, ગોપાલભાઈ હિન્‍ડોચા, ઘનશ્‍યામભાઈ ચૌહાણ, ભાવેશભાઈ વાઘેલા, નરેન્‍દ્રભાઇ ભટ્ટ, શૈલેન્‍દ્રસિંહ વાઘેલા, મનીષાબેન ચૌહાણ, સ્‍વાતિબેન છત્રારા, વર્ષાબેન ઠાકોર, ડો.દિવ્‍યેશ સાકરીયા, રાજેશભાઈ શર્મા, જીતુભાઈ ખુમાણ, છગનભાઈ ટાંક, મનોજભાઈ વાસન, મીતાબેન ચનીયારા, ભાવિનભાઈ ભીંડી, તુષારભાઈ છત્રારા, તથા મંત્રી હેમલભાઈ ઠાકોર અને પ્રમુખ ભાવેશભાઈ રાજાણીએ આ દિવ્‍યાંગ કેમ્‍પમાં કોઈને અગવડતાના પડે તે માટે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ ખુમાણ તથા રાજેશભાઈ શર્મા દ્વારા કરવામાં આવેલ. માધવ સ્‍મારક સમિતિ દ્વારા નટવરસિંહ સેવા ભવનનો સેવા સદુપયોગ થયેલ તે માટે સર્વેનો આભાર વ્‍યકત કરાયો હતો. આ તકે  સહયોગી સૌકોઇનો ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખા દ્વારા આભાર વ્‍યક્‍ત કરાયો હતો.

(3:29 pm IST)