Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

લીંબુના ભાવો સડસડાટ ગગડયા બે દિ'માં મણે ૧૦૦૦ રૂા. તૂટયા

હોલસેલમાં ભાવો ઘટયા પણ રિટેલમાં હજુ મનફાવે તેવા ભાવો લેવાતા હોવાની ફરિયાદો : ભરઉનાળે તડકા સાથે લીંબુના ભાવે પણ લોકોને પરસેવો પડાવી દિધો'તો

રાજકોટ તા. ૨૬ : ભરઉનાળે તડકા સાથે લીંબુના ભાવે લોકોને પરસેવો પડાવી દિધા બાદ છેલ્લા બે દિ'થી લીંબુના ભાવો સતત ઘટી રહ્યા છે. આજે લીંબુમાં મણે વધુ ૬૦૦ રૂા.નું ગાબડુ પડયું છે.

ઉનાળાની સીઝનની શરૂઆત સાથે જ દર વર્ષે લીંબુના ભાવોમાં ભાવ વધારો થાય છે પણ ચાલુ વર્ષે લીંબુના ભાવો આસમાને પહોંચતા લોકોમાં દેકારો બોલી ગયો હતો. લીંબુ એક મણના ભાવ ૪૪૦૦ રૂા.ની સર્વોચ્‍ચ સપાટી સર કરી હતી. જો કે, છેલ્લા બે દિ'ની લીંબુના ભાવોમાં ગાબડા પડતા લોકોમાં રાહત ફેલાઇ છે.

આજે રાજકોટ યાર્ડમાં લીંબુની ૨૦૫ કવીન્‍ટલની આવક હતી અને એક મણના ભાવ ૧૯૦૦ થી ૩૦૦૦ રૂા. બોલાયા હતા. ગઇકાલે લીંબુ એક મણના ભાવ ૩૬૦૦ રૂા. હતા. બે દિ'માં લીંબુમાં મણે ૧૦૦૦ રૂા.નું તોતીંગ ગાબડુ પડયું છે. લીંબુની આવકો વધતા ભાવો ઘટી રહ્યાનું વેપારી સૂત્રોએ જણાવ્‍યું હતું. જો કે, હોલસેલમાં ભાવો ઘટયા છતાં રીટેલમાં લીંબુના મનફાવે તેવા ભાવ લેવાતા હોવાની લોક ફરિયાદો ઉઠી છે.

(3:16 pm IST)