Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

રાજકોટ જેલમાં કેદી મહેશ ચશ્‍મા ફોડી તેના કાચ ખાઇ ગયો!

રાજકોટ તા. ૩: અહિની સેન્‍ટ્રલ જેલમાં વધુ એક વખત એક કેદીએ કાચ ખાઇ લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો છે. રાજકોટ જંગલેશ્વરમાં રહેતો મહેશ કરસનભાઇ ભોજવીય ા(ઉ.૩૨) એનડીપીએસના ગુનામાં કેટલાક વર્ષથી જેલમાં છે. અહિ ગત સાંજે તે પહેરવાના ચશ્‍મા ફોડી તેના કાચ ખાઇ જતાં સિવિલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

(2:01 pm IST)