Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ફાઇનાન્‍સ કંપનીમાં સીઝ થયેલી રીક્ષા સહિતના વાહનો બોગસ આર.સી. બુક બનાવી વેચવાનું કારસ્‍તાન : બે સંકજામાં

ઓરીજન્‍લ દસ્‍તાવેજો મેળવે તો ખર્ચ વધી જાય, ભંગારમાં જવા દે તો નુકસાનીમાં જાય બન્‍ને વચ્‍ચેનો કમાણીનો રસ્‍તો બોગસ આર.સી. બુક બનાવાનો અપનાવ્‍યો : ક્રાઇમબ્રાંચે ૩૦ થી વધુ બોગસ અને ઓરીજન્‍લ આર.સી. બુક કબ્‍જે : બોગસ દસ્‍તાજેજો બનાવતા બાબાભાઇ ઉર્ફે પ્રદીપ ઝાલાની શોધખોળ : અમીન આકબાણી અને આરીફ દોઢયાની અટકાયત

રાજકોટ,તા.૩ : ક્રાઇમબ્રાંચે બોગસ આરસી બુક (રજીસ્‍ટ્રેશન બુક) થકી રીક્ષા સહિતના ફાઇનાન્‍સ કંપનીએ સીઝ કરેલા વાહનો વેંચી મારવાનો કારસ્‍તાન ઝડપી લઇ રામનાથ પરા, ગરૂડની ગરબી પાસે રહેથા અમીન ગફારભાઇ આકબાણી અને દૂધ સાગર રોડ હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા આરીફ હબીબભાઇ દોઢયાને મોરબી રોડ પર આવેલા રીક્ષા લે-વેચના ડેલામાંથી ઝડપી  લીધા હતા.

 આ બારામાં ક્રાઇમ બ્રાંચે આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, અને ૧૧૪ મુજબ છેંતરપીંડી કરી બોગસ દસ્‍તાજેજો ઉભા કરવા બદલ  ગુન્‍હો નોંધ્‍યો છે. અમીન આકબાણી અને આરીફ દોઢયાની ધરપકડ કરવામાં આવી છે જ્‍યારે બોગસ આરીસી બુક સહિતના દસ્‍તાવેજો ઉભા કરનાર બાબાભાઇ ઉર્ફે પ્રદીપ મોહનભાઇ ઝાલા રહે. સુંદરમ સીટી માધાપર ચોકડી પાસે ની શોધખોળ આદરી છે. ફાઇનાન્‍સ કંપનીના સીઝ કરેલા વાહનો ખરીદ્યા હતા જેની ૨૨ ઓરીજનલ આરસી બુક જ્‍યારે બોગસ ઉભી કરાયેલી ૯ આરસી બુક મોરબી રોડ પરના રીક્ષા લે-વેચના ડેલામાંથી કબ્‍જે કરવામાં આવી છે.

એ.એસ.આઇ.  સી.એમ. ચાવડા અને વિજયભાઇ મેતાની બાતમી પરથી મોરબી રોડ પરના ગીરીરાજ પાર્ટી પ્‍લોટ પાસેના ડેલામાં દરોડો પાડવામાં આવી આ કૌભાંડ ઝડપી લેવાયું હતું

પી.આઇ. જે.વી. ધોળા અને પી.એસ. આઇ. એમ. જે હુણે જણાવ્‍યું હતું કે, ફાઇનાન્‍સ કંપીનના સીઝ કરેલા વાહનો ઓછી બોલી  લગાવી ઝડપાયેલા બંને ખરીદી લેતા હતા. જો આ વાહનોના ઓરીજનલ દસ્‍તાવેજો વાહન માલિકો પાસેથી મેળવે તો તેમાં ચડત હપ્‍તા સહિતની વિગતો બહાર આવી જાય અને આવા દસ્‍તાવેજો મેળવ્‍યા વગર ભંગારમાં વાહન તોડી નાખવાની શરતે ફાઇનાન્‍સ કંપની પાસેથી લઇ લે તો કંપની ‘‘નો ડયુ'' સર્ટીફીકેટ આપતી હોય છ.ે આ ખરીદારો  વાહનો સ્‍ક્રેપમાં જવા દે તો નુકસાનીમાં જાય અને ઓરીજનલ દસ્‍તાવેજો મેળવી વેચવા જાય તો પણ ‘‘સોના કરતા ઘડામણ મોંઘુ '' જેવો તાલ સજાર્ય. બંને બાબતોમાં નુકસાનીમાં જવાય. આના તોટા રૂપે જો બોગસ આરસી. બુક  (આશરે ૪૦૦૦ના ખર્ચે) બનાવી વેહેંચે તો વચ્‍ચેથી કમાણી તારવી શકાય.

આ કૌંભાડ બાબતે પી.આઇ. ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. જે. હુણ, એ.એસ.આઇ. સી.એમ. ચાવડા, પોલીસ હેડ કોન્‍સટેબલ ભાવીનભાઇ રતન, દિપકભાઇ ચૌહાણ, અને વિજય મહેતા તેમજ સહદેવસિંહ જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

(1:54 pm IST)