Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

રાજકોટ જીલ્લાના ૧૦૪ સ્‍થળો આસપાસ ‘‘ડ્રોન'' ઉડાવવા પર પ્રતિબંધ

વીરપુર-ખોડલધામ સહિતના મંદિરો-બસ-રેલ્‍વે સ્‍ટેશન-ભાદર-આજી-ન્‍યારી સહિતના મોટા ડેમો-મોટાપુલ-બઝારો સહિતના સ્‍થળો આવરી લેવાયા... : કલેકટરનું કેન્‍દ્રિય ગૃહવિભાગની સૂચના બાદ જાહેરનામું: ૩૦ જુન સુધી રહેશે : આજથી જ અમલવારી

રાજકોટ, તા. ૩ :  રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવેલ વાઇટલ ઇનસ્‍ટોલેશન, વી.વી.આઇ.પી. રહેણાંક તેમજ અગત્‍યની સરકારી કચેરીઓ તેમજ અગત્‍યની સરકારી કચેરીઓ તેમજ અન્‍ય પ્રતિબંધીત એરીયા વિગેરે જગ્‍યાની સુરક્ષા કરવાની જવાબદારી રાજકોટ ગ્રામ્‍ય પોલીસની છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયના પત્રમાં જણાવ્‍યા મુજબ વાઇટલ એરીયા, સેન્‍સેટીવ એરીયાને ‘‘નો ડ્રોન ઝોન'' જાહેર કરવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે તેમજ આ બાબતે ભારત સરકાર તરફથી તા. ૧૦-પ-ર૦૧૯ ના રોજ એસ.ઓ.પી. બહાર પાડવામાં આવેલ છે. જે ધ્‍યાને લઇ ‘‘યુએવી'' કે જેમાં રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલા ડ્રોન અથવા એરીયલ મિસાઇલ, હેલીકોપ્‍ટર, રીમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ, એરક્રાફટ કે પેરાગ્‍લાઇડર જેવા સંસાધનોથી દેશ-વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડીયા તત્‍વો ગેરલાભ લઇને રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તારની સુરક્ષાને હાની પહોંચાડવાની શકયતા નકારી શકાય તેમ ન હોય તેમજ થોડા સમય પહેલા જમ્‍મુ-કાશ્‍મીરમાં ડ્રોન હુમલાના બનાવ બનેલ હોય આ પ્રકારના સંસાધનોથી રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તારમાં આતંક ફેલાવી સુલેહ શાંતિ જોખમાય તેમજ લોકોના જાનહાલને નુકશા કરે તેવી શકયતા રહેલી છે. આથી જીલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ રાજકોટ ગ્રામ્‍ય જીલ્લામાં જાહેર સલામતિ અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ હેતુસર નીચે જણાવેલ રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવેલ અમુક સરકારી કચેરીઓ/સબસ્‍ટેશનો, મંદીર-બજાર ડેમ/ડેમ સાઇટ, પુલ, વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ પર ‘‘યુએવી'' કે જેમાં રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલા ડ્રોન અથવા એરીયલ મિસાઇલ, હેલીકોપ્‍ટર, રીમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ, એરક્રાફટ કે પેરાગ્‍લાઇડર જેવા સંસાધનોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.
 આ જાહેરનામામાં સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંસાધનોને મુકિત આપવામાં આવે છે. જુદા જુદા કારણોસર ડ્રોનથી શુટીંગ કરવાની પરવાનગી પોલીસ અધિક્ષક કે તેઓ દ્વારા અધિકૃત પોલીસ સબ ઇન્‍સ્‍પેકટરથી નીચેની રેન્‍કના ન હોય તેવા પોલીસ અધિકારી આપી શકશે.
આ જાહેરનામાનો કોઇ પણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનારા વ્‍યકિત ભારતના ફોજદારી અધિનિયમ સને-૧૮૬૦ ની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્‍ધ ફરીયાદ દાખલ કરવા માટે રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી એ.એસ.આઇ. સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું આજથી તા. ૩૦ જુન સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાંથી રાજકોટ શહેર-જિલ્લાના કુલ ૧૦૪ સ્‍થળો ઉપર ડે આસપાસ ડ્રો  ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે, આ સ્‍થળોમાં તમામ વીન સબસ્‍ટેશનો -ભાદર સહિતના માંગ ડેમો મોટા પુલ, ખોડલધામ, વીરપુર જલારામ મંદિર, કામનાથ મહાદેવ મંદિર, વેણુ-ફુલઝર-ન્‍યારી-ર ડેમ, આજી-૩ ડેમ, આઇઓસી પાઇપલાઇન, રામાપીર મંદિર, યુ-ફ્રેશ ડેરી, ભાદર ડેમ, સબ જેલ, જેતલસર રેલવે સ્‍ટેશન, ગોંડલ બસ સ્‍ટેશન, પાટણવાવ માત્રી મંદિર વિગેરે કુલ ૧૦૪ સ્‍થળો આસપાસ પ્રતિબંધ ફરમાવાયો છે.

 

(11:34 am IST)