Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

‘શ્રી રસરાજ રશેષ મહોત્‍સવ' પંડાલમાં જાજરમાન રીતે ઉજવાયો રશેષકુમારજીનો યજ્ઞોપવિત સંસ્‍કાર

સપ્‍તમદીઠ શ્રીમદનમોહન લાલજી હવેલી લક્ષ્મીવાડીમાં આચાર્ય ગૌ.શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીનાં પૌત્ર ચિ. ગૌ.રશેષકુમારજીનો યજ્ઞોપવિત સંસ્‍કાર વિધિ કાલે સવારે ૧૧ વાગ્‍યે ચૌલ સંસ્‍કાર' (મુંડન વિધી) સાથે આરંભ થયો હતો પુરોહિતો દ્વારા વેદમંત્રો સાથે ક્રમશઃ વિધી ચલાવાઇ હતી. આ પ્રસ્‍તાવ પ્રસંગે દેશભરમાં બિરાજતાં-વૈષ્‍ણવાચાર્યોને નિમંત્રણ કરાયુ હોઇને પુષ્‍ટિમાર્ગની સાત પીઠ સહિત પ્રધાનપીઠ નાથદ્વારા મળી આઠે આઠ ગાદીનાં અધિપતિ આચાર્યશ્રીઓ એક સાથે બિરાજમાન હોય એવી વિરલ અને ઐતિહાસીક ઘટના આજનાં પ્રસ્‍તાવમાં બની હતી. એક સાથે ૧૮૭ જેટલાં શ્રી વલ્લભકુલ આચાર્યો અને જનાના સ્‍વરૂપોની ઉપસ્‍થિતીથી દિવ્‍યતા સર્જાઇ હતી. વૈષ્‍ણવો ભાવ-વિભોર થયાં હતા. ચિ.ગૌસ્‍વામીશ્રીઓ યજ્ઞોપવિત દિક્ષા કરી દંડીવેશ' ધારણ કરાતાં જયઘોષ પૂર્વક શીખ વિધી જેમાં ઉપસ્‍થિત મહેમાન આચાર્ય-યુગલો દ્વારા યજ્ઞોપવિત ધરતાં આચાર્યને આશિર્વાદ સ્‍વરૂપ ભેટ સાથે તિલક કરી આશિર્વાદ પ્રદાન કર્યા હતા. આચાર્યશ્રીઓનાં મહાભોજ' સાથે વિધિપૂર્ણ થતાં સપ્‍તમપીઠ દ્વારા સાંપ્રદાયીક વિધિપ્રમાણે વિશેષ ભેટ કરી સૌને વિદાઇ અપાઇ હતાી.(

(3:11 pm IST)