Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

સતત બીજા દિવસે એસટીના ડીસી દ્વારા દરોડાઃ ૧૧૭ બસ ચેક કરાઇઃ ૪ ખુદાબક્ષો પકડાયા

કુલ ૧૪૦૦નો દંડઃ ત્રણ બસમાં ફૂટ બોર્ડ નહોતાઃ ૭ ડ્રાઇવર - કંડકટરોએ યુનિફોર્મનો છેદ ઉડાડયો

રાજકોટ તા. ૩ : એસટીના ડિવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવા દ્વારા સતત બીજા દિવસે ગત મોડી રાત સુધી ૧૨ સુપરવાઇઝરો દ્વારા રાજકોટ ડિવીઝનમાં દરોડાનો દોર શરૂ કરાયો હતો.

સાધનોના ઉમેર્યા પ્રમાણે કુલ ૧૧૭ બસો ચેક કરાઇ હતી, જેમાં ખુદાબક્ષો ઝડપાતા તમામને દંડ ફટકારી કુલ ૧૪૦૦ રૂ.ની વસૂલાત કરી લેવાઇ હતી.

આ ઉપરાંત ત્રણ બસમાં રૂટ બોર્ડ નહોતા, એક બસમાં બોડી ડીફેકટ નજરે પડી હતી, ૭ ડ્રાઇવર - કંડકટરોએ યુનિફોર્મનો છેદ ઉડાડી દિધો હોય આ તમામને નોટીસો ફટકારાઇ છે.

૪ બસના ડ્રાઇવરે જ્યાં બસ ઉભી ન રાખવાની હોય ત્યાં હોલ્ટ કર્યાનું નજરે પડતા આ ચારેય ડ્રાઇવરને પણ નોટીસો ફટકારાયાનું બહાર આવ્યું છે.(૨૧.૨૫)

(4:07 pm IST)