Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

હિરાસર એરપોર્ટ : ર૩ કિ.મી.ના એરીયામાં બંધાશે : બાઉન્ડ્રી વોલ-માર્ક-નિશાન બનાવવાનું શરૂ : ડે. કલેકટર પોતે દોડી ગયા

રાજકોટ, તા. ૩ : હિરાસર એરપોર્ટ અંગે આજે કલેકટર ડો. વિક્રાંત પાંડેએ મીટીંગ લીધી હતી. કામગીરીની સમીક્ષા કરી સૂચનાઓ આપી હતી. માપણીકામ ઝડપથી પૂર્ણ કરવા અને બાઉન્ડ્રી વોલ શરૂ કરી દેવા તાકીદ કરતા રાજકોટ સીટી પ્રાંત-ર ડે. કલેકટર પ્રજ્ઞેશ જાની પોતે સ્થળ ઉપર આજે દોડી ગયા હતા અને બાઉન્ડ્રીનું કામ આજથી જ શરૂ કરાવી દીધું હતું.

સાધનોના ઉમેર્યા પ્રમાણે અદ્યતન ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ ર૩ કિ.મી.ના વિસ્તારમાં બંધાશે. હાલ ર૩ કિ.મી.ની ફરતી બાઉન્ડ્રી-નિશાન-માર્ક કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. આગામી ર થી ૩ દિવસ બાદ ગુજરાત એવીએશન સચિવશ્રી હૈદર ઘટના સ્થળે આવનાર હોય તે અંગે સ્થળ ઉપર જ મીટીંગ માટે કલેકટરશ્રીએ જરૂરી સૂચનાઓ આપી હતી.

(3:50 pm IST)