Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

90 ટકા લોકોને સોશિયલ મીડિયા હેક થઈ જવાનો ડર: સૌરાષ્ટ્ર યુનિ,નો 1080 યુવાનો અને યુવતીઓ પર સર્વે

81 ટકા % યુવતીઓને લાગે છે કે પરિવારના સભ્ય રાત્રે ચેક કરતા હોય તેવો ભય છે.

રાજકોટ :કોઈ મોબાઈલ કે સોશિયલ સાઈટ હેક કરે તે ડર કરતા વઘુ ડર યુવતીઓને પરિવારના સભ્યો દ્વારા થતા મોબાઈલ ચેકીંગથી ડર લાગતો હોય છે. મોટાભાગની મહિલાઓને લાગે છે કે પરિવારના સભ્યો તેમના ઓનલાઇન કે સોશિયલ સાઈટ પર બાઝ નજર રાખીને બેઠા છે. નીમી પટેલ મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીનીએ ભવન અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં 1080 યુવાનો અને યુવતીઓ પર સાયબર ક્રાઇમ અને સોશિયલ સાઈટ આધારિત પ્રશ્નો પૂછીને સર્વે કર્યો.

સર્વેના આંકડાઓ જણાવે છે કે ઓનલાઇન કે ઓફ લાઈન, સોશિયલ સાઈટ કે સમાજ જીવન બહેનો હજુ બધે અસલામતી અનુભવે છે.

સર્વેમાં પુછાયેલા પ્રશ્નો આ મુજબ હતા.
1. સોશિયલ મીડિયા હેક થઈ જવાનો ડર અનુભવો છો ?
- હા 90%
- ના 10%

2. સાઇબર ક્રાઈમ વિશે જાણકારી ધરાવો છો?
- હા 45%
- ના 55%

3. સાઇબર ક્રાઇમના ભોગ બન્યા છો?
- હા 68%
- ના 32%

4. સોશિયલ મીડિયામાં ફોટા પોસ્ટ કર્યા હોય ત્યારે અજાણ્યા વ્યક્તિ દ્વારા ખરાબ કૉન્ટ્સ કે અન્ય ચેડાં થયા છે?
- હા 57%
- ના 43%

5. અજાણ્યા નંબર પરથી મેસેજ કે ફોન આવે ત્યારે લોભામણી લાલચ કે લોટરી લાગશે એવું બન્યું છે?
- હા 67%
- ના 33%

6. સોશિયલ મીડિયામાં તમારા ફ્રેડ્સ બનાવતા પહેલા તેમનું પ્રોફાઈલ કે અન્ય વિગત ચકાસો છો?
- હા 46%
- ના 54%

7. તમારા મહત્વના આઈડી પાસવૉર્ડ તમારા મિત્રો કે અંગત વ્યક્તિ સાથે શેર કરો છો?
- હા 58%
- ના 42%

8. સોશિયલ મીડિયામાં ફોટા કે અન્ય વિગત શેર કરી ખુશી અનુભવો છો?
- હા 56%
- ના 44%

9. લોટરીના ચક્કરમાં ઓનલાઇન વેબસાઈટ પર રજીસ્ટર કરો છો?
- હા 66%
- ના 34%

10. સાઈબર ક્રાઈમ થાય ત્યારે શું કરવું જોઇએ તેના વિશે જાણકારી ધરાવો છો?
- હા 39%
- ના 61%

11. તમારા પરિવાર જનો તમારી જાસૂસી માટે તમારી સોશિયલ સાઈટ હેક કરે એવૉ ડર અનુભવો છો?

- 72% મહિલાઓએ કબુલ્યું કે અમારી સોશિયલ સાઈટ ઘરના સભ્યો જાસૂસી માટે હેક કરતા હશે એવો ભય છે.

12. તમારા પાસવર્ડ કે ખાનગી યાદીઓ કોઈ ચેક કરતું હોય એવું લાગે છે?

-54% એ કબુલ્યું કે અમારા પાસવર્ડ પરિવારના સભ્યો જ એક યા બીજી રીતે જાણવાનો પ્રયત્ન કરે છે અને જાસૂસી કરે છે.

13. તમારો મોબાઈલ ફોનને કોઈ ચેક કરતું હોય એવું લાગે છે?

-81% યુવતીઓને લાગે છે કે પરિવારના સભ્ય રાત્રે ચેક કરતા હોય તેવો ભય છે.

એક યુવતીએ વધુમાં જણાવ્યું કે મારાં ભાઈઓ રાત્રે મારો મોબાઈલ ચેક કરવા અર્ધી રાત્રે જાગે છે. સ્ક્રીનશોટ અથવા તેનાં મોબાઈલમાં ફોટા પાડી ને રાખે છે. આવા અવિશ્વાસથી ઘણી યુવતીઓ ન કરવાનું પછી કરતી હોય છે. અમારાં અંગત જીવનમાં ડોકીયુ કરીને અમને આડે રસ્તે વાળવા મજબુર કરતા હોય એવું લાગે છે. ભાઈઓ એટલે દેવદૂત નથી હોતા એ દરેક ભાઈઓએ સમજવુ જોઇએ.

 

સાઇબર ક્રાઈમ ચોરી કરવા માટે થાય છે. હવે તમને બધાને ખબર છે કે ચોરી કોણ કરે તો આપડે કહીશું ચોર, તો બસ સાઇબર ક્રાઈમ પણ ચોર ચોરી કરવા માટે કરે છે.

સાઇબર ક્રાઈમ કરવા પાછળ ચોરનું શું કારણ હોય છે તે આપણે નક્કી ના કરી શકીએ તેમ છતાં પણ કદાચ એવું હોય કે કોઈ મજા લેવા માટે કરતા હોય, અમુક એવા હોય કે ચોરી કરીને તેનો ડેટા લીક કરવા માટે બ્લેક મેલ કરે, અમુક એવા હોય છે જે ચોરી કરીને ડેટા વેચીને પૈસા કમાય છે.

  સાયબર ક્રાઇમમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ અન્વયે એટીમએમ કાર્ડ ક્લોનિંગ, મેઈલ હેકિંગ, મોબાઈલ હેકિંગ, એટીએમ હેકિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ હેકિંગ, કમ્પ્યુટર રીસોર્સીસ સાથે ચેડાં, સોશિયલ મીડિયા થકી ફ્રોડ કે બ્લેકમેલિંગ, પ્રાઇવસી ભંગ, બીભત્સ મટિરિયલ્સ કરવું અને બાળકોની પોરનોગ્રાફી સહીતના તમામ ગુનાઓનો સમાવેશ થાય છે.

સાયબર લૉ
- ઓળખાણની ચોરી બદલ 66 (એ) અંતર્ગત ત્રણ વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે.

- અશ્ર્લિલ અને આપત્તિજનક સામગ્રીના પ્રચાર-પ્રસાર માટે કલમ 292 હેઠળ કાર્યવાહી થઈ શકે છે જે અંતર્ગત બેથી પાંચ વર્ષની જેલની સજા અને દંડની જોગવાઈ છે.

- ગુપ્તતાના ભંગ બદલ 66 (ઈ) હેઠળ ત્રણ વર્ષની જેલ અને બે લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

વર્તમાનમાં ભારતના મોટાભાગના લોકો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો તો ઉપયોગ કરે છે. પરંતુ તેના વિશે સાચી માહિતી કે જાણકારીનો અભાવ જીવ મળે છે. તેમજ મોટાભાગના સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના સર્વર વિદેશમાં છે. જેના લીધે ભારતમાં થતા સાયબર ક્રાઈમની જડ સુધી પહોંચવું મુશ્કેલ બને છે.

- સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવધ રહો, કોઈ અજાણ્યા અથવા શંકાસ્પદ લિંક્સને ખોલશો નહીં તેમજ આવી જ સાવધાની ડાઉનલોડીંગ વખતે પણ રાખવું હિતાવહ રહેશે.

- મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરતાં હો તો હંમેશા સ્ક્રીન લૉકના વિકલ્પનો ઉપયોગ કરવો.

- જાહેર સ્થળ ઉપરના કોમ્પ્યુટરમાં બ્રાઉઝરનો ઉપયોગ કર્યા પછી બ્રાઉઝિંગ ઈતિહાસને ડિલિટ કરવાનું ભૂલશો નહીં..

- તમારા હૅન્ડસેટમાં એકાઉન્ટ નંબર, પીન નંબર કે પાસવર્ડની માહિતી ક્યારેય સ્ટોર કરશો નહીં.

- એટીએમ અથલા બેન્કિંગ કામકાજ દરમિયાન વાપરવામાં આવતા પાસવર્ડને સમયાંતરે બદલતાં રહો તેમજ જન્મ તારીખ, નામ, મોબાઈલ કે ફોન નંબરનો પાસવર્ડ તરીકે ઉપયોગ ઘાતક સાબિત થઈ શકે છે.

  ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર પોતાના અથવા પોતાની ફેમિલીના ફોટા અપલોડ કરવાનું ટાળો એ હિતાવહ રહેશે. કારણ કે, તમારા ફોટા સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ ઉપાડી શકે છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે. ખાસ કરીને ફેસબુકના એકાઉન્ટ ફેક હોઈ શકે છે. માટે વિશ્ર્વસનીય એકાઉન્ટમાંથી જ માહિતી શૅર કરવી જોઈએ, ફેબુક ઉપર કોઈની પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતાં પહેલાં તેની પ્રોફાઈલ ચૅક કરી લેવી આવશ્યક છે. કારણ કે, ફ્રોડ લોકો તમારા માટે કોઈ છટકું ગોઠવવાની વેંતરણમાં હોય! અજાણી મિત્રતા દરખાસ્તોને નકારો. પરંતુ કોઈ પરિચિત તરફથી આવતી દરખાસ્તોની યોગ્ય ચકાસણી કર્યા પછી જ તેના પર નિર્ણય લેવો.

 

તમારી ખાનગી માહિતી અથવા ફોટા ક્યારેય કોઈ સાથે શૅર કરશો નહીં. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર અંગત જીવનના ફોટા શૅર કરતી વખતે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ પ્રકારના ફોટા ચોક્કસ અને વિશ્વાસપાત્ર લોકો સાથે શેર કરો. ઘણા લોકો તેમના કુટુંબની ચિત્રો, ખાસ કરીને નાના છોકરાઓ અને છોકરીઓ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પોસ્ટ કરવા માગે છે.

જો કે, આ ઇચ્છા તમને જોખમમાં મૂકી શકે છે. ફેસબુક ઉપરથી શૅર કરાયેલા ફોટોગ્રાફ્સના આધારે શાળાના બાળકોના અપહરણની ઘટનાઓ ઘણીવાર સામે આવી છે. વ્યક્તિગત માહિતીનો ઉલ્લેખ કરતી વખતે તમામ વિગતો પ્રકાશિત કરશો નહીં. ખાસ કરીને જન્મ તારીખ, કઈ સ્કૂલમાં ભણ્યા છો ઉપરાંત માતા-પિતાના નામ! આ પ્રકારની માહિતી હૅકર્સ માટે માખણ જેવું કામ કરે છે! અને તમારા નાણાંકીય વ્યવહારોનો તાગ મેળવી ચાલાકીથી તમારા ખાતામાંથી નાણાં ખખેરી શકે છે, તેથી સાવધાન થઈ જાઓ! ઉપરાંત પાસવર્ડ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ઘણા લોકો તેમની જન્મ તારીખ અથવા માતા-પિતાના નામ તરીકે નેટબેંકિંગ પાસવર્ડનો ઉપયોગ કરે છે, જે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે. આવા કિસ્સામાં સોશિયલ મીડિયાના માધ્યમથી ચોરટાઓ તમારૂં બેંક એકાઉન્ટ હેક કરી શકે છે અને પૈસા પણ ચટ્ટ કરી શકે છે!

(12:10 am IST)