Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

રાજકોટમાં બપોર સુધીમાં એકપણ કોરોના કેસ નથી

મ.ન.પા.નું આરોગ્ય તંત્ર એલર્ટઃ મહારાષ્ટ્ર અને કેરળથી આવતા મુસાફરોનું મેડિકલ સ્કીનિંગ

હાલ ૧ર દર્દીઓ સારવારમાં: કુલ ૪ર૮૧ર કેસ થયાઃ આજ દિન સુધીમાં ૪૨,૩૪૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

રાજકોટ તા. ર :.. શહેરમાં કોરોનાં હવે લગભગ કાબુમાં આવી ગયો છે. આજે પણ બપોર ૧ર સુધીમાં એક પણ કેસ નથી નોંધાયો ત્યારે જયાં કોરાનાં સંક્રમણ હજુ ચાલી રહયુ છે તેવા મહારાષ્ટ્ર અને કેરળ રાજયમાંથી આવતાં મુસાફરોનું રેલ્વે સ્ટેશન, એરપોર્ટ ત્થા બસ સ્ટેશન વગેરે સ્થળે મેડીકલ સ્ક્રીનિંગ મ.ન.પા.નાં આરોગ્ય વિભાગ દ્વારા થઇ રહ્યુ છે.

દરમિયાન આજ સુધીની કોરોનાની સ્થીતિ આ મુજબ છે.

 શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા છેલ્લા કેટલાક દિવસથી બપોર સુધીમાં '૦' કેસ નોંધાયો છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૮૧૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૪૨ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૨૧૦૮ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૦૫ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૩,૪૪,૫૨૭  લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૧૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૧૮ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૦ ટકા એ પહોંચ્યો છે. હાલ ૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે.

બપોર સુધીમાં ૫૦૭૮ નાગરિકોએ રસી લીધી

શહુરમાં આજે બપોરનાં ૧ વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષના ૩૪૩૩ અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના ૧૬૪૫ સહિત કુલ ૫૦૭૮ નાગરિકોએ રસી લીધી હતી.

(4:14 pm IST)