Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ડીસ્ટ્રીકટ જજના પી.એસ. અને સીનીયર બેલીફને જીલ્લા બાર દ્વારા નિવૃત્તિ વિદાયમાન

રાજકોટ તા. રઃ કર્મચારી એ કોઇપણ ડિપાર્ટમેન્ટનું એક અભિન્ન અંગ હોય છે અને કર્મચારી કામ પ્રત્યેની ફરજ, નિષ્ઠા, ખંત, વફાદારી, સહનશિલતા અને કર્તવ્યપરાયણતા વિગેરે ગુણોને લીધે તે કોઇપણ ડિપાર્ટમેન્ટમાં એક આગવી છાપ છોડી જતા હોય છે. તેમાં પણ જજીઝ, વકિલો અને પ્રજાજનો માટે કામ કરવું એ ઘણી જ અધુરી ફરજ હોય છે. એવા જ રાજકોટ ખાતેની ડિસ્ટ્રિીકટ કોર્ટમાં ડિસ્ટ્રિકટ જજ શ્રી ઉત્કર્ષ ટી. દેસાઇના પ્રિન્સિપાલ પ્રાઇવેટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા એફ. આર. ફારૂકી અને ડિસ્ટ્રિકટ કોર્ટમાં સિનીયર બેલીફ તરીકે ફરજા બજાવતા એ. વી. ભટ્ટજી વય મર્યાદાના કારણે સેવા નિવૃત થતા સંપુર્ણ ખંત અને નિષ્ઠાપુર્વક ફરજ બજાવેલ તેવા નખશીખ પ્રમાણિક, ફરજને વફાદાર, નિષ્ઠાવાન અને હસમુખા કર્મચારી રત્નોને રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસોસિએશન દ્વારા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ શ્રી કે. ડી. દવે મેડમની હાજરીમાં વિદાય આપવામાં આવેલ હતી.

આ વયમર્યાદાને લીધે સેવા નિવૃત થતા એફ. આર. ફારૂકીને ઇન્ચાર્જ ડિસ્ટ્રિકટ જજ કે. ડી. દવે અને ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા તથા એ. વી. ભટ્ટજીને રાજકોટ બાર એસોસિએશનના પુર્વ પ્રમુખ અને ભાજપા અગ્રણી પિયુષભાઇ શાહ, જીતેન્દ્રસિંહ પરમાર, ઇસ્માઇલ પરાસરા, કિશન વાલ્વા, નીલ શુકલા, જીજ્ઞેશ સભાડ, શ્રીકાંત મકવાણા, રણજીત મકવાણા, સોહેલ રાઉમા, મોતીભાઇ વિગેરેએ પુષ્પગુચ્છ, નાળિયેર અને સાકરનો પડો આપી નિવૃતના સમયમાં તેઓનું આરોગ્ય સારૃં રહે તેમજ સુખમય, શાંતિથી જીવન પસાર થાય તે માટે શુભેચ્છાઓ આપેલ હતી.

આ બન્ને કર્મચારીઓને ડિસ્ટ્રિકટ બાર એસોસીએશન અને લીગલ સેલ ભાજપાની ટિમના અભિન્ન અંગ એવા જયુભાઇ શુકલ, ભાજપા લીગલ સેલ પ્રદેશ સંયોજક દિલીપભાઇ પટેલ, હિતેષભાઇ દવે, અંશ ભારદ્વાજ, સી. એચ. પટેલ, રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, બળવંતસિંહ રાઠોડ, નોટરી બાર એસોસિએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા કલેઇમ બાર એસોસિએશનના પ્રમુખ રાજેશ મહેતા, અશ્વિન ગોસાઇ, રાજકુમાર હેરમા, જયેશ જાની, પ્રશાંત જોષી, તુષાર બસલાણી, હરેશ પરસોંડા, સિધ્ધરાજસિંહ જાડેજા, કમલેશ ડોડિયા, અતુલભાઇ મહેતા, અભિષેક શુકલા, મેહુલભાઇ મહેતા અને જયેશ બોઘરા, દિલીપભાઇ જોષી અને અજય પિપળિયા, જતીનભાઇ ઠકકર, નયન વ્યાસ, એલ. જે. રાઠોડ, વી. ડી. રાઠોડ, કોર્ટ સ્ટાફ કર્મચારી યુનિયનના ભૃગુરાજસિંહ જાડેજા, વકિલશ્રીઓ અશ્વિન મહાલિયા, ડી. સી. પરમાર, નિવિદભાઇ પારેખ, નિરવભાઇ પંડયા, પ્રશાંત લાઠિગ્રા, ધર્મેશ સખિયા, નિલેશ અગ્રાવત, કારોબારી સદસ્યો વિરેન રાણીંગા, પ્રતિક વ્યાસ, હિરેન રૈયાણી, નૃપેન ભાવસાર, રાજેશ ચાવડા, સોહિન મોર, આનંદ રાધનપુરા, જીતેન્દ્ર કે. ગોસાઇ, મહેન્દ્ર શાહ, બાલાજી સુફુખરા વિગેરેએ ફારૂકીભાઇ તથા ભટ્ટજીને નિવૃતિ સમય માટે શુભેચ્છાઓ પાઠવેલ છે.

(4:12 pm IST)