Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

શહેર ભાજપના આગેવાનો નર્મદા પહોંચ્યા : પ્રદેશ કારોબારીમાં હાજરી

રાજકોટ : સ્ટેચ્યુ ઓફ યુનીટી નર્મદા ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહજી, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતીમાં આજથી ત્રણ દિવસ માટે શરૂ થયેલ છે. જેમાં રાજકોટ મહાનગરમાંથી સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા,  પ્રદેશ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંૅદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ કારોબારી સભ્યો રમેશભાઇ રૂપાપરા, ભાનુબેન બાબરીયા, જીતુભાઇ મહેતા, ડો. વલ્લભભાઇ કથીરીયા, માંધાતાસિંહજી જાડેજા, કશ્યપ શુકલ, રાજુભાઇ ધ્રુવ, બીહારીદાન ગઢવી સહીતના અગ્રણીઓ સામેલ થયા છે.

(4:10 pm IST)