Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

રાજકોટ જિલ્લા સહિત હવે દરેક જિલ્લામાં ઇ ગવર્ન્સ - ગુડ ગવર્ન્સ

ડીજીટલ - સેવા સેતુ - ઇ ધરા સહિત તમામ કામ આવરી લેવાશે : અરજદાર જે દિવસે આવે તે દિવસે કામ થઇ જવું જોઇએ : રાજ્યના નવા મુખ્ય સચિવની તમામ કલેકટરો સાથે પ્રથમ વીસી યોજાઇ : દરેક જિલ્લાને પ્લાન બનાવવા આદેશો

રાજકોટ તા. ૨ : રાજ્ય સરકાર હવે દરેક જિલ્લામાં ઇ ગવર્ન્સ - ગુડ ગવર્ન્સ ઉપર ભાર મુકવા અને તેનું અમલીકરણ શરૂ કરી દેવા આદેશો થયા છે.

ગઇકાલે રાજ્યના નવા મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે ચાર્જ સંભાળ્યા બાદ ઓલ કલેકટર સાથે પોતાની પ્રથમ વીસી યોજી હતી અને તેમાં રાજકોટ સહિત દરેક જિલ્લામાં ઇ ગવર્ન્સ - ગુડ ગવર્ન્સનો પ્લાન બનાવવા અને તે મુજબ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. દરમિયાન કલેકટરે 'અકિલા'ને જણાવેલ કે, મુખ્ય સચિવશ્રીની સૂચના મુજબ રાજકોટ જિલ્લામાં આ પ્રમાણે કાર્યવાહી કરવા ટુંકમાં અધિકારીઓની મીટીંગ બોલાવી સૂચના અપાશે, ખાસ કરીને ઇ-ધરા, જનસેવા કેન્દ્રો, ડીજીટીલાઇઝેશન, સેવા સેતુ, ઇ-સેવા સેતુ, તુમાર નિકાલ, અપંગ - વિધુર - વિધવા સહાય, રાશનકાર્ડ, તમામ પ્રકારના દાખલા, પડતર નોંધ સહિતના તમામ કામો ઝડપી બને અને જનસેવા સહિતના કેન્દ્રોમાં અરજદાર આવે એટલે તે જ દિવસે તેમનું કામ થાય અને બીજો ધક્કો તેમને ન થાય તે સહિતનો આખો પ્લાન બનાવી તે અમલમાં મુકાશે.

(3:47 pm IST)