Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

નવનિર્મિત કોમ્યુનિટી હોલ તથા અમૃત ઘાયલ હોલના યુનિટ-૧ના બુકિંગનો કાલથી પ્રારંભ

વોર્ડ નં. ૯ના રૈયા રોડ (બાપા સીતારામ ચોક) તથા મોરબી રોડ પરના કોમ્યુનિટી હોલ સામાજિક અને ધાર્મિક પ્રસંગો માટે ખુલ્લો મુકાયો : અમૃત ઘાયલ હોલનું યુનિટ-૨ કોવિડ હોસ્પિટલ માટે રીઝર્વ

રાજકોટ તા. ૨ : શહેરના વોર્ડ નં. ૯માં રૈયા રોડ વિસ્તારના બાપા સીતારામ રોડ પર આવેલ નવનિર્મિત કોમ્યુનિટી હોલ (એ.સી.- નોન એ.સી.), જુના જકાત નાકા પાસે મોરબી રોડ પરના તથા અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ (યુનિટ-૧)માં લોકોને સામાજિક તથા ધાર્મિક પ્રસંગો માટે આપવા કાલે તા. ૩ સપ્ટેમ્બરના રોજ બુકિંગ શરૂ કરવામાં આવનાર હોવાનું મ.ન.પા. તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

જ્યારે યુનિવર્સિટી રોડ પર એસ.એન.કે. સ્કુલ પાસે આવેલ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલનું યુનિટ-૨ કોવિડ હોસ્પિટલ માટે રીઝર્વ રાખેલ છે.

આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાએ સંયુકત યાદીમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧૦માં યુનિવર્સિટી રોડ, એસ.એન.કે. સ્કૂલ પાસે આવેલ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, તથા વોર્ડ નં.૦૯, વોર્ડ ઓફિસની સામે, બાપા સીતારામ રોડ પર નવનિર્મિત કોમ્યુનિટી હોલ તેમજ વોર્ડ નં.૦૪ જુના જકાતનાકા પાસે, મોરબી રોડ પર નવનિર્મિત કોમ્યુનિટી હોલ શહેરીજનોના ધાર્મિક તથા સામાજીક પ્રસંગો માટે આવતિકાલ તા.૩ના રોજ બુકિંગ શરૂ કરવામાં આવશે.

કોરોનાકાળમાં વોર્ડ નં.૧૦માં અમૃત ઘાયલ હોલને કોવીડ હોસ્પિટલ માટે રીઝર્વ રાખેલ. હાલ કોરોનાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને આ હોલનું યુનીટ-૧ લોકોને સામજિક તથા ધાર્મિક પ્રસંગો માટે આપવાનું શરૂ કરવામાં આવશે. આ હોલમાં ટોટલ ૨ યુનીટ છે. યુનીટ-૨ કોરોનાની સંભવિત પરિસ્થિતિ માટે કોવીડ હોસ્પિટલ માટે રીઝર્વ રાખેલ છે. કોરોના હોસ્પિટલ માટે બનાવવામાં આવેલ ઈન્ફ્રાસ્ટ્રકચર યથાવત રાખેલ છે. જેથી ભવિષ્યમાં જરૂર જણાયે ઉપયોગમાં લઇ શકાય.(

કયાં હોલનું કેટલું ભાડુ

             હોલનું નામ                       ભાવ         ડીપોઝીટ

અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ(યુનીટ-)        રૂ.૩૫,૦૦૦  રૂ.૩૫,૦૦૦

વોર્ડ નં.૦૯, વોર્ડ ઓફિસની સામે, બાપા સીતારામ રોડ       રૂ.૨૦,૦૦૦        રૂ.૨૦,૦૦૦

વોર્ડ નં.૦૯, વોર્ડ ઓફિસની સામે, બાપા સીતારામ રોડ       રૂ.૩૦,૦૦૦        રૂ.૩૦,૦૦૦

પર નવનિર્મિત પામેલ કોમ્યુનિટી હોલ (એસી)

જુના જકાતનાકા પાસે, મોરબી રોડ પર આવેલ કોમ્યુનિટી હોલરૂ.,૦૦૦        રૂ.,૦૦૦

(3:46 pm IST)