Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ઈન્કમટેકસના દરોડામાં સીલ કરેલા ૨૫થી વધુ બેંક લોકર આવતા સપ્તાહે ખુલશે

કબ્જે થયેલા થોકબંધ સાહિત્યનું એસેસમેન્ટ કરાશે

રાજકોટ, તા. ૨ :. રાજકોટ ઈન્કમટેક્ષની ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા ગત અઠવાડીયે રીયલ એસ્ટેટ સાથે જોડાયેલા આર.કે. ગ્રુપ, સ્પાયર ગ્રુપ, બિલ્ડર કોન્ટ્રાકટર ઉપર ૪૦થી વધુ સ્થળોએ દરોડા પાડયા હતા. સતત પાંચ દિવસ ચાલેલ દરોડામાં ૩૦૦થી વધુ કરોડના બીનહિસાબી વ્યવહાર મળી આવ્યા હતા.

જન્માષ્ટમી રજા બાદ આવકવેરા વિભાગે દરોડા દરમિયાન ૨૫થી વધુ લોકર સીઝ કરી દસ્તાવેજો કબ્જે લઈને આગળની તપાસ હાથ ધરી છે. આવકવેરા વિભાગ દ્વારા આવતા અઠવાડીયાથી સીઝ કરેલા બેંક લોકર ખોલીને આગળની કાર્યવાહી હાથ ધરશે.

આવકવેરા વિભાગ દ્વારા દરોડાના સ્થળેથી જપ્ત થયેલ દસ્તાવેજોને આધારે હવે એસેસમેન્ટ થશે.

(3:45 pm IST)