Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

શીવપરામાં શાકભાજીનો ધંધો બરાબર ન ચાલતા મમતાબેને એસીડ પી લેતા સારવારમાં

મવડીમાં પુત્ર સાથે ઝઘડો થતા માતા મંજુબેને ઝેરી દવા પી લીધી

રાજકોટ તા. ર : શહેરના રૈયા રોડ પર શિવપરામાં રહેતી મહિલાએ શાકભાજીનો ધંધો બરાબર ન ચાલતા એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ  છે. જયારે મવડી વિસ્તારમાં રહેતી મહિલાએ પુત્ર સાથે ઝઘડો થતા લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી.

મળતી વિગત મુજબ રૈયા રોડ પર હનુમાનમઢી પાસે શિવપરા શેરી નં.૧માં રહેતા મમતાબેન કૌશિકભાઇ જતાપરા (ઉ.ર૮) નામની મહિલાએ આજે સવારે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાઇ છે. આ અંગે સિવીલ ચોકીના સ્ટાફે પ્રાથમીક નોંધ કરી ગાંધીગ્રામ પોલસને જાણ કરી હતી પોલીસની પ્રાથમીક તપાસમાં મમતાબેન અને તેનો પતિ શાકભાજીનો વ્યવસાય કરે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પત્રી છે.શાકભાજીનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેમણે આ પગલું લીધાનું જાણવા મળ્યું છે.જયારે બીજા બનાવમાં મવડી વિસ્તારમાં રહેતા મંજુબેન શાંતિભાઇ જોટાણીયા નામના મહિલાએ આજે સવારે અશોક ગાર્ડનમાં ઝેરી પાવડર પી લેતા તેમને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તહેવારમાં ફરવા ગયા ત્યારે પુત્ર સાથે ઝઘડો થયો હોય જેથી લાગી આવતા આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું આ અંગે માલવિયાનગર પોલીસે હોસ્પિટલે દોડી જઇ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

(3:44 pm IST)