Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

જન્માષ્ટમીના તહેવારોમાં આરોગ્ય વિભાગ દોડતો રહ્યો

હરવા - ફરવાના સ્થળેથી ઠંડાપીણાની ૬૦૦ બોટલો : ૫૦ કિલોથી વધુ અખાદ્ય ચીજોનો નાશ

આજીડેમ - પ્રદ્યુમન પાર્ક, પેડક રોડ, ભૂપેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં પાણીપુરી સહિતના ખાણીપીણીના વેપારીઓને ત્યાં ચેકીંગ : બટેટા - ફુદીનાનું પાણી, ચટણી વગેરે વસ્તુઓનો કરાયો નાશ

રાજકોટ તા. ૨ : શહેરમાં તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી જતું હોય છે. જેને લઇને હાલ આરોગ્ય વિભાગ દ્વારા ઠેર-ઠેર તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે આજીડેમ સાઇટ-ગાર્ડન તથા પ્રધ્યુમન વિસ્તારમાં ફરવા માટે શહેરીજનોની બહોળા પ્રમાણમાં અવરજવર હોય ત્યાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ જેમાં પ્રિપેર્ડ ફુડ તેમજ ઠંડા પીણાનું વેચાણ કરતા ૩૭ વેપારીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ઠંડા પીણાની એકસપાયરી ડેટ વગરની ૨૦૦ મિલીની કુલ ૪૦૮ નંગ બોટલ તેમજ વાસી, કલરવાળો અને અખાદ્ય કુલ ૯ કિ.ગ્રા. ખાદ્યચીજનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પ્રધ્યુમન પાર્કમાં આવેલ કેન્ટીન શિવધારા ફુડ ઝોન (જલારામ કેટરર્સ) અનહાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ ફટકારી હતી.

આ ઉપરાંત જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને તા. ૧-૦૯-૨૦૨૧ ના રોજ આજીડેમ સાઇટ-ગાર્ડન, પેડક રોડ, ભુપેન્દ્ર રોડ વિસ્તારમાં ફરવા માટે શહેરીજનોની બહોળા પ્રમાણમાં અવરજવર હોય ત્યાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રિપેર્ડ ફુડનો ઉપયોગ થતો હોય, કુલ ૫૭ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી. ચકાસણી દરમ્યાન વાસી અખાદ્ય કુલ ૧૩ કિ.ગ્રા. પાણીપુરીનો બટાટાનો મસાલો અને ૧૬ લી. પાણીપુરીનું પાણી, વાસી કલરવાળી ચટણી ૪ કિ.ગ્રા. અને ૧૦ કિ.ગ્રા. બરફનો સ્થળ પર નાશ કરવામાં આવેલ.

જેમાં (૧) સાલન - પાણીપુરી આજી ડેમ ગાર્ડન પાસે વાસી પાણીપુરીનું પાણી ૫ લી. નાશ (૨) સતસાહેબ - પાણીપુરી આજી ડેમ ગાર્ડન પાસે વાસી બાફેલા બટેટા ૨ કિ.ગ્રા. (૩) ક્રિષ્ના પાણીપુરી - આજી ડેમ ગાર્ડન પાસે વાસી પાણીપુરીનું પાણી ૨ લી. નાશ (૪) ફેમસ લાઇવ ઢોકળા - આજી ડેમ ગાર્ડન પાસે વાસી બાફેલા બટેટા ૨ કિ.ગ્રા. (૫) શિવશંકર પાણીપુરી આજી ડેમ ગાર્ડન પાસે વાસી બાફેલા બટેટા ૨ કિ.ગ્રા. (૬) સરસ્વતિ પાણીપુરી આજી ડેમ ગાર્ડન પાસે વાસી બાફેલા બટેટા ૧ કિ.ગ્રા. (૭) જય લક્ષ્મી કોલ્ડ પાણીપુરી - આજી ડેમ ગાર્ડન પાસે વાસી બાફેલા બટેટા ૧ કિ.ગ્રા. (૮) સોનલકૃપા લસ્સી આજી ડેમ ગાર્ડન પાસે વાસી અખાદ્ય બરફ ૧૦ કિ.ગ્રા. (૯) રવિ ભુંગળા બટેટા - આજી ડેમ ગાર્ડન પાસે વાસી બાફેલા બટેટા ૩ કિ.ગ્રા. (૧૦) ગુન ગુન પાણીપુરી રગડો - આજી ડેમ ગાર્ડન પાસે વાસી પાણીપુરીનું પાણી ૨ લી. નાશ (૧૧) સુર્યા પાણીપુરી - આજી ડેમ ગાર્ડન પાસે વાસી પાણીપુરીનું પાણી ૭ લી. નાશ (૧૨) શકિત ઘુઘરા - પેડક રોડ વાસી કલરવાળી ચટણી ૧ કિ.ગ્રા. (૧૩) શિવશંકર પાણીપુરી - પેડક રોડ વાસી બાફેલા બટેટા ૨ કિ.ગ્રા. (૧૪) દિલખુશ ઘુઘરા - પેડક રોડ વાસી કલરવાળી ચટણી ૩ કિ.ગ્રા.ના અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.

(3:16 pm IST)