Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ખત્રીવાડ, ભવાનીનગર અને આવાસ યોજનાના કવાર્ટરમાં દરોડોઃ ર૦ પત્તાપ્રેમી ઝડપાયા

એ ડીવીઝન પોલીસે બે દરોડા પાડી ૧પ અને ભકિતનગર પોલીસે પ ની ધરપકડ કરી

રાજકોટ તા. ર : શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસે જુગારના ત્રણ દરોડા પાડી ર૦ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા છે. એ ડીવીઝન પોલીસે ખાત્રીવાડના એપાર્ટમેન્ટમાં અને ભવાનીનગરમાંથી ૧પ તથા ભકિતનગર પોલીસે બોલબાલા માર્ગ આવાસ યોજનાના કવાર્ટરમાંથી પ શખ્સોની ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ ખત્રીવાડમાં આવેલા કેશવકુંજ એપાર્ટમેન્ટમાં જુગારધામ ચાલુ હોવાની એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. વી.ડી.ઝાલા તથા કોન્સ કેતનભાઇને બાતમી મળતા કેશવકુંજ એપાર્ટમેન્ટ બ્લોક નં. ર૦રમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ફલેટ માલીક દેઁીપક જેન્તીભાઇ જામવેચા (રહે. હાથી ખાના શેરીનં. ૪૧ (૧૦), તથા બેડીપરા આંબાભગતની શેરીમાં રહેતા ભનુ રવજીભાઇ સુદાણી, રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે ગોલ્ડન પાર્ક મેઇન રોડ પર ભકિતધામ એપાર્ટમેન્ટના હિતેશ નંદલાલભાઇ રાણીંગા, રૈયા ચોકડી શ્રી રેસીડેન્સી એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૧ ના રવી અશોકભાઇ થડેશ્વર, કે.કે. વી. હોલ પાસે  ચિત્રલેખા એપાર્ટમેન્ટ બ્લોક નં. પ૦૪ ના આશીષ પ્રદીપભાઇ ધકાણા, હનુમાનમઢી પાસે અંબીકાપાર્ક ફલેટ નં.ડી-૩પ ના મીલન પ્રવિણભાઇ ધાણાક, સદરબજાર પંચનાથ શેરી નં. ૪૬ ના હીરેન ભરતભાઇ શાહ,યાજ્ઞીક રોડ મનહર પ્લોટના અશોક હર્ષવદનભાઇ લંગાણીયા અને પંચનાથ પ્લોટ શેરી નં. ૬ ના જગદીશ જીવરાજભાઇ રાઠોડને પકડી લઇ રૂ. ૬૭૦૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં ભવાનીનગર શેરી નં. પમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ભવાનીનગર શેરી નં.પના ઇરફાન નાનુભાઇ ચૌહાણ, વિજય કાળુભાઇ પરમાર, નવાથોરાળા મનહરપરા શેરી નં. પ ના ભરત ભીખાભાઇ ગુજરીયા, નવયુગપરા શેરી નં.૪ ના નરેન્દ્ર બાબુભાઇ ઓડ, ભવાનીનગર શેરી નં. પ ના હીતેશ રામજીભાઇ જાડા અને રમેશ બાલભાઇ પરમારને પકડી લઇ રૂ.૧૯ર૩૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી આ કામગીરી પી.આઇ. સી. જી.જોશીના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ. જે.એમ.ભટ્ટ, એ.એસ.આઇ. બી.વી.ગોહીલ, ધર્મેશભાઇ ખેર, એચ.આર.ચાનીયા, હેડ કોન્સ. વી.ડી.ઝાલા, ક્રિપાલસિંહ, મેરૂભા, મૈલીકભાઇ સાવલીયા, રામભાઇ વાંક, સાગરરદાનભાઇ, કેતનભાઇ, હરપાલસિંહ તથા જયરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી.

આવસના કવાર્ટરમાંથી પાંચ શખ્સો પકડાયા

બોલબાલા માર્ગ પર કવી કલાપી ટાઉનશીપ આવાસ યોજના કવાર્ટર માં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ.જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર.જે. કામળીયા, હેડ કોન્સ. રણજીતસિંહ, મનરૂપગીરી, સલીમભાઇ, વાલજીભાઇ, ભાવેશભાઇ, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ, મનિષભાઇ, વિશાલભાઇ, રાજેશભાઇ તથા હિતેન્દ્ર સહિતે આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. બી.૧૦૪માં દરોડો પાડી કવાર્ટર માલીક જયેશ હરસુખભાઇ વાઘેલા, સંદીપ પ્રવીણભાઇ હિંગુ (રહે. બ્લોક નં. સી.૪૦૮), મહાવીર પાર્ક પોરબંદરના દિપેશ કાંતીભાઇ ભરડવા, હરીધવા રોડ ડી-માર્ટ પાછળ પુરૂષાર્થ સોસાયટી શેરી નં. ૪ના અશ્વીન જયસુખભાઇ પરમાર તથા હડમતાળાના અજય નવીનભાઇ ગોહેલને જુગાર રમતા પકડી લઇ રૂ. ર૦પપ૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(2:51 pm IST)