Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

લેન્ડ ગ્રેબીંગના ગુનામાં પકડાયેલ આરોપીઓની જામીન અરજી મંજુર

સૌ. યુનિ. કર્મચારી હાઉસીંગ સોસાયટીના પ્લોટ સંબંધે થયેલ

રાજકોટ તા. રઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો. ઓપ. હાઉસીંગ સોસાયટી લી.ના પ્લોટ સબંધે થયેલ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદમાં પકડાયેલ અનેઢ જેલમાં રહેલ આરોપી અરજણભાઇ નાથભાઇ માટીયા તથા ખોડાભાઇ રાઘવભાઇ બાંધવા તથા અશોકભાઇ મસાભાઇ માટીયાનાઓએ સ્પે. લેન્ડ ગ્રેબીંગ કોર્ટમાં જામીન અરજી કરતા રાજકોટના સ્પે. લેન્ડ ગ્રેબીંગ કોર્ટના જજ શ્રી કે. ડી. દવે સાહેબે આરોપીને રૂ. ૧પ,૦૦૦/- ના જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, આ કામના ફરિયાદીના મામા રશ્મીકાંત ભોડીયા તથા માતા ચંદ્રીકાબેન કોઠારીની માલીકીની માલીકીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો. ઓપ. હાઉસીંગ સોસાયટી લી.ના પ્લોટ નં. ૧ર ના સબ પ્લોટ નં. ૧ર/૧ અંગે આ કામના આરોપી પ્રજ્ઞાબેન ઉર્ફે પ્રગતીબેન અશોકભાઇ રાવલના એ આરોપી અરજણભાઇ નાથાભાઇ માટીયા, ખોડાભાઇ રાઘવભાઇ બાંભવા તથા અશોકભાઇ મસાભાઇ માટીયાનાઓએ મળી પ્રથમજીજ કાવત્રુ રચી આ પ્લોટ અંગે આરોપી પ્રજ્ઞાબેન ઉર્ફે પ્રગતીબેન અશોકભાઇ રાવલનાએ યેનકેન પ્રકારે આ પ્લોટનું પોતાના નામનું કુલમુખત્યારનામું ઉભું કરી તે ખોટું હોવાનું જાણવા છતાં તેનો ખરા તરીકે સરકારી રેકર્ડ ઉપર ઉપયોગ કરી તેના આધારે અન્ય આરોપીએ વેચાણ દસ્તાવેજ તૈયાર કરવા પોતાના નામે રૂ. ૧,રર,પ૦૦/- સ્ટેમ્પ ખરીદ કરી બધાએ ભેગા મળી આરોપી અરજણભાઇએ વેચાણ દસ્તાવેજ કરેલ હોય તેમાં અન્ય આરોપી ખોડાભાઇ રાઘવભાઇ બાંભવા તથા અશોકભાઇ મસાભાઇ માટીયાનાઓએ સાક્ષી તરીકે સહીઓ કરેલ હોય આમ આરોપીઓએ ખોટા બોગસ દસ્તાવેજો ઉભા કરી પ્લોટ પચાવી પાડેલ હોય અને જાણી જોઇને વેચાણ કરી વેચાણ દસ્તાવેજમાંથી અન્ય આરોપીઓએ સાથે મળી અસલ દસ્તાવેજમાંથી કુલમુખત્યારનામું તથા સોગંદનામા કાઢી લઇ ગુનો કર્યા સબંધે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતીબંધ અધીનિયમ-ર૦ર૦ની કલમ-૩, ૪(૩), પ(ક)(ખ)(ગ)(ચ) તથા ઇ.પી.કો. કલમ-૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧ર૦(બી), મુજબની ફરીયાદ નોંધેલ.

ઉપરોકત ગુનાના કામમાં પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરેલ અને રીમાન્ડની માંગણી કરેલ રીમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરેલ. જેથી જામીન પર છુટવા અરજી કરેલ હતી.

ઉપરોકત હકિકત તેમજ આરોપી તરફે થયેલ દલીલ તેમજ રજુ થયેલ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઇ રાજકોટના સ્પે. લેન્ડ ગ્રેબીંગ કોર્ટના જજ શ્રી કે. ડી. દવે આરોપીને રૂ. ૧પ,૦૦૦/- ના જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે. ઉપરોકત કામમાં આરોપીઓ ખોડાભાઇ રાઘવભાઇ બાંભવા, અશોકભાઇ મસાભાઇ માટીયા તથા અરજણભાઇ નાથાભાઇ માટીયા વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઇ એમ. શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નીવીદભાઇ પારેખ, નીતેષભાઇ કથીરીયા, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા, વીજયભાઇ પટગીર, હર્ષીલભાઇ શાહ, રાજેન્દ્રભાઇ જોશી, રોકાયેલા હતા.

(2:51 pm IST)