Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

અમૂલે સરકારી જમીન મેળવવાનું માંડી વાળ્યું: હવે રાજકોટ જિલ્લામાં પ્રાયવેટ જમીન લેશે

રાજકોટ તા. ૨ : એશિયાની સૌથી મોટી અમૂલ ડેરી રાજકોટમાં વિશાળ પ્લાન્ટ સ્થાપવાની હતી પરંતુ સરકાર તરફથી અપાયેલ જમીનની કિંમત ૩૦૦ કરોડથી વધુ આકારવામાં આવતા, અમૂલને આ જમીન ભારે મોંઘી લાગી છે અને બીજી સરકારી જમીન તરફ નજર દોડાવી હતી પરંતુ ત્યાં પણ મેળ નહી પડતા હવે પ્રાયવેટ જમીન રાજકોટ જિલ્લામાં ખરીદવા તરફ નજર માંડી છે.

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ આજે પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમને જમીન મોંઘી પડે છે, એટલે તેઓ પ્રાયવેટ પાર્ટી પાસેથી જમીન મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે, અમૂલને લગભગ ૧૦૦ એકર જમીનની જરૂરીયાત છે.

(2:49 pm IST)