Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

સદરની વિખ્યાત શ્રી શ્યામલાલજીની હવેલીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી

રાજકોટઃ શહેરની સૌથી પ્રાચીન શ્રી શ્યામલાલજીની હવેલીમા જન્માષ્ટમીના પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. નીત્ય દર્શન રાબેતા મુજબ શયનમાં ષષ્ઠીનો ઉત્સવ  આઠમના દિવસે મંગળા શ્રી શ્યામલાલજીપ્રભુને પંચામૃત, શૃંગારમાં તિલકની ઝાંખી, રાજભોગ, આરતી પ્રભુશ્રીના જન્મ ઉત્સવની ઝાંખી, શ્રી શ્યામલાલજીપ્રભુના પલનાની ઝાંખી તેમજ નંદ – મોહ ઉત્સવ સહિતના કાર્યક્રમોમાં ભાવિકોએ લાભ લીધો હતો.   સ્થળઃ શ્રી શ્યામલાલજીની હવેલી (જુની સદરની હવેલી, પંચનાથ મંદિર મેઇન રોડ, જય સીયારામ ભગત પેંડાવાળાની સામે, રાજકોટ મો.૮૫૧૧૭ ૬૩૭૬૩,  તેમ શ્રી જયેશભાઇ હરીદાસભાઇ મુખિયાજીએ યાદીમાં જણાવ્યું છે.

(2:49 pm IST)