Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

શાપર વેરાવળમાંથી રાજકોટના જયકિશનને દેશી તમંચા સાથે ઝડપી લેતી રૂરલ એસ.ઓ.જી.

રાજકોટઃ શાપર-વેરાવળમાં એક શખ્સ ગેરકાયદેસર હથિયાર લઇને નીકળ્યો હોવાની રૂરલ એસઓજીના એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ, પરવેઝભાઇ તથા હેડ કોન્સ. અમીતભાઇને બાતમી મળતા શાપર-વેરાવળ માંથી રાજકોટ દોઢસો ફુટ રોડ, ગીતાંજલી સોસાયટી શેરી નં. ૭ માં રહેતા જયકિશન વાઘજીભાઇ સરમાળી (ઉ.વ. ર૧) ને રૂ. પ હજારની કિંમતના દેશી તમંચા સાથે પકડી લીધો હતો. આ કામગીરી રૂરલ એસ.ઓ.જી.ના પી.આઇ. એ. એસ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ. એમ. રાણા, પી.એસ.આઇ. જી. જે. ઝાલા, એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ, પરવેઝભાઇ, હેડ કોન્સ. અમીતભાઇ, અતુલભાઇ, વિજયગીરી, દિલીપસિંહ તથા નીરાલીબેન વેકરીયા દ્વારા કરવામાં આવી હતી.

(2:45 pm IST)