Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

તહેવારો પુરા...શરદી ઉધરસ તાવના વાયરા શરૃઃ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ઉમટ્યાઃ ઓપીડીમાં ચિક્કાર ગિરદી

રાજકોટઃ જન્માષ્ટમીના તહેવારોમાં કોરોના વકરે નહિ એ માટે લોકમેળો સહિતના આયોજનો બંધ રાખવામાં આવ્યા હતાં. જો કે બીજી છુટછાટો મળેલી હોઇ લોકો ફરવાના સ્થળોએ અને મોલ, સિનેમા હોલ સહિતના સ્થળોએ તેમજ શહેરની આજુબાજુના અને સોૈરાષ્ટ્રના બીજા ફરવા લાયક સ્થળોએ ઉમટી પડ્યા હતાં. ધાર્મિક સ્થળોએ પણ માનવીઓ હૈયેહૈયુ દળાય એ રીતે દર્શનાર્થે પહોંચી ગયા હતાં. છઠથી માંડી દસમ સુધી પાંચ દિવસ લોકો સતત તહેવારના અને ફરવાના મૂડમાં હતાં. દરમિયાન હવે શરદી, તાવ, ઉધરસના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં ઉમટી પડ્યા છે. વાયરલ ઇન્ફેકશન થતાં આવા દર્દીઓ આજે મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં દવા લેવા પહોંચ્યા હતાં. આ કારણે ઓપીડી અને દવાબારીઓ પર ગિરદી જામી હતી. છેલ્લા ચાર દિવસથી ઓપીડીમાં  ખુબ શાંતિ રહી હતી. પણ આજથી દર્દીઓ વધી ગયા હતાં અને તેમાં મોટા ભાગના શરદી, ઉધરસ, તાવના દર્દીઓ હતાં. ઓપીડીમાં દર્દીઓની ચકાસણી કરતાં તબિબો અને ઓપીડી તથા દવા બારીએ કતારમાં ઉભેલા દર્દીઓ અને તેમના સ્વજનો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

(1:03 pm IST)