Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

આજી- 2 ડેમ 90 ટકા ભરાઈ ગયો :ગમે ત્યારે ખોલાઈ શકે છે દરવાજા: નીચાણવાળા વિસ્તારોને કર્યા એલર્ટ

અડબાલકા,બાધી,દહિસરડા ડુંગરકા ગઢડા સહિતના વિસ્તારોને સાવચેત કરાયા

 

રાજકોટ : સૌરાષ્ટ્ર પંથકમાં વરસી રહેલા વરસાદ અને હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટનું વહીવટીતંત્ર એલર્ટ થઇ ગયું છે.આજી- 2 ડેમ 90 ટકા ભરાઈ ગયો હોઈ,રાજકોટ રાજી રાજી છે.પરંતુ અહીના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરી દેવામાં આવ્યા છે.

આજી ડેમ-2 માં આવતા નીચાણવાળા વિસ્તાર અડબાલકા,બાધી,દહિસરડા ડુંગરકા ગઢડા સહિતના વિસ્તારોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવે તેવી શક્યતાના પગલે આ સાવચેતી આપવામાં આવી છે.ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક પણ વધી છે.

હજુ સપ્તાહ પૂર્વે તો પાણીની ખેંચ વર્તાય તેવી સ્થિતિ હતી ત્યારે નર્મદામાંથી પાણી આપવા સુધીની વાત કરવામાં આવી હતી.પરંતુ શ્રાવણના અંતિમ સપ્તાહમાં સ્થિતિ બદલાઈ જવા પામી છે. આજી-2 છલ છલોછલ થવાના આરે છે.ત્યારે રાજ્કોટ વાસીઓના અંતરમાં હરખની હેલી ઉઠી છે.

(1:16 am IST)