Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્‍યાપકોની ભરતીમાં અનામત નિતિનો અમલ કરો : કોંગ્રેસ

રાજકોટ : સૌરાષ્‍ટ્ર-યુનિવર્સિટીમાં કરારી અધ્‍યાપકો અંગે જાહેરાત આવેલ હોય જેના અનુસંધાને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં લાયક વિદ્યાર્થીઓએ અરજી કરેલ છે. જે માટે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ઇન્‍ટરવ્‍યુ પ્રક્રિયા હાથ ધરવાની છે ત્‍યારે અનામત નીતિઓ અમલ થયેલ નથી. કારણ કે જાહેરાતની અંદર આ કોટા મેઇન્‍ટેન થયેલ નથી. જેથી તેનો યોગ્‍ય અમલ થવો જોઇએ તે ગુજરાત કોગ્રેસની માંગ છે.  આ ભરતી પ્રક્રિયાની અંદર જેટલા ઉમેદવારોએ અરજી આપેલ છે તે બધાને ઇન્‍ટરવ્‍યુ માટે બોલાવવા જોઇએ. અધ્‍યાપકોના અનુભવના માર્કસ મેરીટમાં ઉમેરવા જોઇએ જે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીએ આપેલ જાહેરાતમાં ઉલ્લેખ થવો જોઇએ, જે થયેલ નથી. આ ભરતી પ્રક્રિયાની અંદર અમુક ઉમેદવારોએ પોતાની અરજી સમય મર્યાદામાં પોસ્‍ટમાં પોતાની અરજી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીએ જણાવેલ તારીખ મુજબ આપેલ છે. પરંતુ પોસ્‍ટમાંથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી પહોંચવામાં મોડુ થવાથી તે અરજી માન્‍ય રાખવી જોઇએ. પ્રસ્‍તુત તસ્‍વીરમાં કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણીને  રજુઆત કરતા રાજદીપસિંહ જાડેજા, આદિત્‍યસિંહ ગોહીલ સહિતના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

 

(4:33 pm IST)