Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

એકસાથે બે આંતરરાષ્‍ટ્રીય વિજ્ઞાન મેળામાં પસંદગી પામતા ધોળકીયા સ્‍કૂલના બાળવૈજ્ઞાનિક હેત પાટણવારીયા

કોરોનાની પરીસ્‍થિતિ જોઈ વિકસાવી તબીબ સ્‍ટાફને મદદરૂપ થાય તેવી ટેકનોલોજી : ધો.૯ની વિદ્યાર્થીની સિમરન કોટકે બાંધકામ ક્ષેત્રે નવીનતમ અને ઝડપી ટેકનોલોજી વિકસાવીઃ બન્‍ને છાત્રો પર અભિનંદનવર્ષા

રાજકોટઃ અમેરિકાની ટેરા ફાઉન્‍ડેશન ફોર સાયન્‍સ એન્‍ડ એજયુકેશન તથા રોચસ્‍ટેર ઈન્‍સ્‍ટિયુટ ઓફ ટેકનોલોજી દ્વારા દરવર્ષે જીનિયસ ઈન્‍ટરનેશનલ ઓલમ્‍પેડનું આયોજન થાય છે. જેમાં સમગ્ર વિશ્વના ૫૭થી વધોર રાષ્‍ટ્ર અને અમેરિકાના ૩૫ જેટલા સ્‍ટેટમાંથી ૪૪૧ પ્રોજેકટ ફાઈનલ સાયન્‍સ ફેર માટે પસંદગી પામ્‍યા છે. તેમાં સમગ્ર દેશભરમાંથી ૯ સાયન્‍સ પ્રોજેકટ અને સમગ્ર ગુજરાતમાંથી એક માત્ર પ્રોજેકટ પસંદગી પામ્‍યા છે જે ધોળકિયા સ્‍કૂલના બાળવૈજ્ઞાનિક હેત પાટણવારિયાએ તૈયાર કરેલ IV-FLUID CONTROLLING & MONITRAING SYSTEM છે.
હોંગકોંગમાં ઈન્‍ટરનેશલ સાયન્‍સ ફેર ગ્‍લોબર યુથ સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી બાઉલ-૨૦૨૨ આયોજન થનાર છે. તેમાં કેનેડા, જયોર્જિયા, હોંગકોંગ, ઈન્‍ડિયા, ફિલિપાઈન્‍સ, સ્‍વિડન, અમેરિકા જેવા વિશ્વના ૨૧ દેશોમાંથી ૮૩ જેટલામ રાષ્‍ટ્રીય વિજેતા પ્રોજેકટ રજૂઆત પામશે. આ માટે સમગ્ર ભારતમાંથી માત્ર બે જ પ્રોજેકટ પસંદગી પામ્‍યા છે અને તેમાંથી એક પ્રોજેકટ ધોળકિયા સ્‍કૂલના બાળ વૈજ્ઞાનિક હેત પાટણવારિયાએ તૈયાર કરેલ પ્રોજેકટ પસંદગી પામેલ છે.
આ ૫૦ ટકા પસંદગી સાથે હોંગકોંગમાં અને ૨૫ ટકા પસંદગી સાથે અમેરિકામાં ભારતનું પ્રતિનિધિત્‍વ કરશે ધોળકિયા સ્‍કૂલનો બાળવૈજ્ઞાનિક હેત પાટણવારિયા.
ધોળકિયા સ્‍કૂલમાં ધો.૯માં અભ્‍યાસ કરતા પાટણવારિયાએ હોસ્‍પિટલ મેનેજમેન્‍ટ ઉપયોગી બની રહે તેવું IVfluid કંટ્રોલીંગ ડિવાઈસ તૈયાર કર્યું છે. સામાન્‍ય રીતે પેશન્‍ટને અપાતી વિવિધ પ્રકારની મેડિસીન જેવી કે ગ્‍લુકોઝ અલગ- અલગ પ્રકારના ઈન્‍જેકશન, બ્‍લડ વગેરે IV-Set દ્વારા આપવામાં આવે છે અને તેનું કંટ્રોલીંગ રોલરની મદદથી કરવામાં આવે છે જે મેન્‍યુઅલી કરવું પડે છે તેમ નર્સ કે મેડિકલ સ્‍ટાફે સતત તેનું મોનિટરિંગ રોલરની મદદથી કરવામાં આવે છે. આમ છતાં માનવ સહજ ભૂલને કારણે અથવા વધુ પડતા કાર્યબોજને કારણે કયારેક મોનિટરીંગ થઈ શકતું નથી. પરિણામ પેશન્‍ટને મુશ્‍કેલી પડે છે. આવી સમસ્‍યાઓ સામનો કરવા માટે  તૈયાર કરેલું સાધન ખૂબ જ ઉપયોગી બની રહેશે કારણ કે આ ટેકોનોલોજીની મદદથી મેડિકલ સ્‍ટાફ અથવા ડોકટર મોબાઈલ કે કમ્‍પ્‍યૂટર દ્વારા પેશન્‍ટને અપાતી વિવિધ પ્રકારની મેડિસીનનું મોનિટરીંગ કરી શકશે અને એક સાથે ૧૦થી પણ વધારે પેશન્‍ટનું આ ટેકોનોલોજી દ્વારા થઈ  શકે છે. સાથે સાથે તેને અપાતી વિવિધ દવાઓનું કંટ્રોલીંગ પણ કરી શકાય છે.
તબીબી ક્ષેત્રે ઉપયોગ એવું અદ્યતન ટેકનોલોજી ધરાવતું આ સાધન ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે તેમજ નજીવી કિંમતમાં તૈયાર થઈ શકતો હોવાથી તેની ઉપયોગીતાનો વ્‍યાપ પણ ભવિષ્‍યમાં વધશે.
હેત દ્વારા તૈયાર થયેલ  મેડિકલ ક્ષેત્રે ઉપયોગ એવી આ ટેકનોલોજી અને સાધનની ઉપયોગીતાને ધ્‍યાનમાં રાખીને સમગ્ર ભારતમાંથી આ પ્રોજેટને ગોલ્‍ડ કેટેગરી વિનર સાથે આંતરરાષ્‍ટ્રય વિજ્ઞાનમેળા માટે ભારતનું પ્રતિનિધિત્‍વ કરવા માટે પસંદ કરવામાં આવ્‍યું છે.
હેતે તૈયાર કરેલ આ ટેકલોનોજીની તબીબી ક્ષેત્રે ઉપયોગીતાને ધ્‍યાનમાં લેતા હોંગકોંગ ફેડરેશન ઓફ યુથ ગ્રુપ્‍સ દ્વારા આયોજિત Techonology Bow (GYSTB)-2022 માટે પસંદ કરવામાં આવ્‍યું છે. આમ ઈન્‍ટરનેશનલ સાયન્‍સ ફેરમાં પણ ભારતનું પ્રતિનિધિત્‍વ કરવા માટે ધોળકિયા સ્‍કૂલના બાળવૈજ્ઞાનિક પસંદગી પામ્‍યા છે.
જયારે ધોરણ-૯ માં અભ્‍યાસ કરતી સિમરન કોટકે નવીન પ્રકારની બ્‍લોકની ડિઝાઇન તૈયાર કરેલ છે. સામાન્‍ય રીતે કોઇપણ મકાન કે બિલ્‍ડીંગની છત ભરવાની હોય ત્‍યારે  એક સાથે આ કાર્ય ઝડપથી પૂર્ણ કરવું પડે છે. પરિણામે સમય અને શકિત વધુ પડતું વપરાય છે સાથે સાથે જો વધુ સમય લાગી જાય તો છતની મજબૂતાઇ ઘટે છે એ બાબતને ધ્‍યાને લઇ છત ભરવા માટે ઇન્‍સ્‍ટરકિંગ બ્‍લોક સિસ્‍ટમની ડિઝાઇન તૈયાર કરી જેની મદદથી બહુ ઝડપથી છત તૈયાર કરી શકાય છે. સાથે સાથે તેની મજબૂતાઇ પણ વધારી શકાય છે કારણ કે આ બ્‍લોક એકબીજા સાથે ઇન્‍ટરલોક થઇ સપોર્ટ કરે છે. આ પ્રોજેકટને રાષ્‍ટ્રીય કક્ષાના વિજ્ઞાનમેળામા honorable mention એવોર્ડ વડે નવાજિત કરવામાં આવ્‍યા છે.

 

(4:31 pm IST)