Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

બહેનો માટે બેસ્‍ટ આઉટ ઓફવેસ્‍ટ વસ્‍તુઓનો વર્કશોપ

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શનિ-રવિ આયોજનઃ નકામી ચીજવસ્‍તુઓ ફેંકવાને બદલે તેનો ઉપયોગ કઇ રીતે કરવો તે શીખવવામાં આવશે

રાજકોટઃ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બે દિવસીય બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટ વસ્‍તુઓનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યુ છે. અખિલ હિંદ મહિલા પરિષદના અધ્‍યક્ષ ડો. ભાવના જોશીપુરાના માર્ગદર્શન અંતર્ગત પર્યાવરણ રક્ષા ક્ષેત્રે કાર્યરત મહિલા અગ્રણી પારૂલ દેસાઇ દ્વારા તૈયાર કરાયેલ આ પ્રકલ્‍પમાં વિવિધ ક્ષેત્રની મહિલાઓ જોડાનાર છે

અખિલ હિન્‍દ મહિલા પરિષદ અને આત્‍મજા વૃંદના સંયુકત ઉપક્રમે તા ૪ અને ૫ જૂન શનિવાર તથા રવિવારે બપોરે ૩.૩૦ થી ૬ બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટ વર્કશોપનું આયોજન અખિલ હિન્‍દ મહિલા પરિષદ, સી.યુ. શાહ વુમન્‍સ હોસ્‍ટેલ, જામટાવર ખાતે રાખવામાં આવેલ છે.

આ વર્કશોપમાં નકામી પ્‍લાસ્‍ટિક ઝબલા થેલી, ખોખા, સીડી તેમજ કાપડ તેમજ વપરાયેલા લીબુંમાંથી કલાત્‍મક ઉપયોગી વસ્‍તુઓ બનાવતા શીખવવામાં આવશે.જેમાં મોબાઇલ સ્‍ટેન્‍ડ, પર્સ, સૂર્યકુકર ેતેમજ બાયો એંઝાઇમ્‍સ બનાવતા શીખવાડી પર્યાવરણને પ્રદુષિત થતાં બચાવવાના પ્રયત્‍નો કરવામાં આવશે. આ વસ્‍તુઓ વાપરીને આપણે નકામી ચીજોને ફેંકવાને બદલે ઉપયોગમાં લઇ શકીએ. શકય તેટલું પ્રકૃતિ સાચવીને એવા હેતુથી વર્કશોપમાં ભાગ લેનારને પર્યાવરાણને શુદ્ધ રાખવામાં ફાળો આપવા બદલ પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે. વર્કશોપની ફી રૂા. ૨૦૦ રાખેલ છે. વર્કશોપમાં ભાગ લેવા માટ તેમજ વધુ માહિતી મેળવવા આત્‍મજા વૃંદના વોટ્‍સપ નંબર ૯૪૨૯૫ ૦૨૧૮૦ પર સંપર્ક કરી શકાય છે.

તા. ૫ જૂને સાંજે ૬ વાગ્‍યે ઔષધિ યજ્ઞનું આયોજન કરી રોગમુકત વાતાવરણ બનાવવાનું માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથેજ ગળી, બિલી તેમજ અન્‍ય વનસ્‍પતિના બીજનું નિઃશુલ્‍ક વિતરણ પણ કરવામાં આવશે.

તસ્‍વીરમાં પલ્લવી દેસાઇ, પારૂલ દેસાઇ અને ભાવના માણાવદરીયા નજરે પડે છે.

(4:15 pm IST)