Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

કાલથી વિધાનસભાવાઇઝ રાજનૈતિક પ્રવાસનો પ્રારંભ

રાજકીય ગતિવિધિઓની માહિતી મેળવશેઃ સંગઠનાત્‍મક દ્રષ્‍ટિકોણથી ચૂંટણીલક્ષી તૈયારી

રાજકોટ તા. ર :.. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપની યોજનાનુસાર આગામી વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રદેશ દ્વારા નિતિ કરેલા અગ્રણીઓ જેમ કે રાજયના મંત્રીશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ, પૂર્વ ધારાસભ્‍યો તેમજ અન્‍ય અગ્રણીઓ વગેરે રાજયની તમામ ૧૮ર વિધાનસભા મત વિસ્‍તારોમાં ત્રણ દિવસીય રાજનૈતિક પ્રવાસ કરી જેથી રાજકિય ગતિવિધીઓની માહિતી મેળવશે.

તે અંતર્ગત રાજકોટ મહાનગર ખાતે આવતીકાલે તા. ૩ જૂનથી તા. પ જૂન દરમ્‍યાન વિધાનસભા-૬૮ માં પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઇ હુંબલ, વિધાનસભા-૬૯ માં સાંસદ રાજેશભાઇ ચુડાસમા, વિધાનસભા ૭૦ માં રાજયના પૂર્વ મંત્રી જવાહરભાઇ ચાવડા અને વિધાનસભા-૭૧ માં પૂર્વ ધારાસભ્‍ય બાવનજીભાઇ મેતલીયા સહીતના  ......આ રાજનૈતીક પ્રવાસ દરમ્‍યાન ઉપરોકત પ્રદેશ અગ્રણીઓ વિધાનસભા મત વિસ્‍તારમાં મંડલ સમીતીઓની તૈયારી, આગામી કાર્યક્રમોની સમીક્ષા મુખ્‍ય જથો જાતી સમુદાય તેમજ કેન્‍દ્ર રાજય સરકારની કલ્‍યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક તાજેતરમાં પુર્ણ થયેલા સરકારી કાર્યક્રમોની માહીતી વિધાનસભા સીટનો અહેવાલ તૈયાર કરવો વિધાનસભા સીટમાં આવતા ધાર્મિક સ્‍થળની મુલાકાત, જ્ઞાતિ સમુદાય સાથે સંપર્ક  સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સંપર્ક વોર્ડમાં ચાલતા વિકાસ કાર્યોની મુલાકાત જુના વરિષ્‍ઠ કાર્યકર્તાઓ-આગેવાનો સાથે મુલાકાત, વિવિધ સેવાકીય-સામાજીક સંસ્‍થાના આગેવાનો સાથે સંપર્ક, કાર્યકર્તા સાથે બેઠક કાર્યકર્તાના ઘેર ભોજન રાત્રી રોકાણ કરશે તેમજ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહી માર્ગદર્શન પુરૂ પાડશે.

આ રાજનૈતીક પ્રવાસમાં શહેર ભાજ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિધાનસભા ૬૮માં શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, દિવ્‍યરાજસિંહ ગોહીલ વિધાનસભા ૬૯માં નરેન્‍દ્રસિંહ ઠાકુર, મહેશ રાઠોડ, વિધાનસભા-૭૦માં જીતુભાઇ કોઠારી, અશોક લુણાગરીયા અને વિધાનસભા ૭૧માં રાજુભાઇ બોરીચા, પરેશ હુંબલને જવાબદારી સોંપવામાં આવેલ છે. આ રાજનૈતીક પ્રવાસમાં સાંસદશ્રીઓ, વિધાનસભામાં આવતા ધારાસભ્‍યશ્રીઓ, વોર્ડના પ્રમુખ-મહામંત્રી પ્રભારી હોદેદારોની ટીમ શહેરની કારોબારીમાં આવતા આગેવાનો વોર્ડમાં રહેતા શહેરના હોદેદાર, કોર્પોરેટર, વોર્ડના મોરચાના પ્રમુખ મહામંત્રી , વોર્ડમાં રહેતા શહેર મોરચાના હોદેદારો, વોર્ડના શકિત કેન્‍દ્રના પ્રભારી સંયોજક બુથના ઇન્‍ચાર્જ વોર્ડમાં રહેતા સેલના સંયોજક વોર્ડની આઇટી-સોશ્‍યલ મીડીયાની ટીમ સહીતના અપેક્ષીતો ઉપસ્‍થિત રહેશે.

(4:15 pm IST)