Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

મહીલા ગૃહ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા કાલે ડો. નિમાબેનની અધ્‍યક્ષતામાં નારી શકિત સન્‍માન

રાજકોટ : તા.૨: મહીલા સશકિતકરણનાં પ્રખર હિમાયતી અને ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ મહોદયા, ડો. નિમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્‍થિતિમાં રાજકોટ શહેર મહિલા ગૃહઉદ્યોગ સહકારી મંડળીના ઉપક્રમે કાલે તા.૩ ના શુક્રવારે સાંજે ૬.૦૦ કલાકે રાષ્‍ટ્રીય શાળાના પ્રાર્થના હોલમાં ‘‘ગૃહલક્ષ્મી નારીશકિત સન્‍માન સમારંભ'' કરવામાં આવેલ છે.

આ પ્રસંગે ડો.નિમાબેન આચાર્યના હસ્‍તે મંડળીના ૨૫ વર્ષ સુધી સેવા આપી નિવૃત થતા પ્રમુખ ઉષાબેન કનુભાઇ ચૌહાણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. ૭૨નાં નિવૃત આચાર્ય અને મંડળીનાં ઉપપ્રમુખ રીટાબેન કુબાવત સહિત મંડળીના અન્‍ય પાંચ મહિલા અગ્રણીઓનું સન્‍માન કરવામાં આવેલ છે.

આ પ્રસંગના સાક્ષી અતિથિ વિશેષ તરીકે મ્‍યુ.કોર્પોરેશનના ડેપ્‍યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન મંડળીના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ડેપ્‍યુટી મેયર જશુમતિબેન વસાણી સંભાળશે. કાર્યક્રમને સફળ બનાવવા સી.એલ. રૈયાણી અને રસિકભાઇ નિમાવતનાં માર્ગદર્શન નીચે કાર્યકારી પ્રમુખ મધુરિકાબેન જાડેજાના નેતૃત્‍વમાં બોર્ડ ઓફ ડાયરેકટર્સનાં સભ્‍યશ્રીઓ પ્રયત્‍ન કરી રહ્યા છે.

(4:27 pm IST)