Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

મનપાનું સર્વર અઢી કલાક ઠપ્‍પ : અરજદારો હેરાન-પરેશાન

રાજકોટ, તા. ર :  શહેરીજનો કોર્પોરેશનની વિવિધ ઝોન કચેરીઓમાં ટેકસ ભરવા, વિવિધ દાખલાઓ કઢાવવા અને અન્‍ય કામો સબબ આવતા હોય છે. ત્‍યારે આજે મનપાનું સર્વર બે થી અઢી કલાક બંધ રહેતા અરજદારોને ભારે હાલાકી પડી હતી મનપાની સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતેનું મુખ્‍ય સર્વર જ ડાઉન થતા અન્‍ય ઝોન ઓફીસોના કામ પણ ખોરવાઇ ગયા હતા. જો કે લગભગ બપોરે ૧ર વાગ્‍યાની આસપાસ સર્વરને મેન્‍યુઅલી શરૂ કરવામાં આવતા અરજદારોને હાશકારો થયો હતો. (તસ્‍વીર : અશોક બગથરીયા)

 

(4:02 pm IST)