Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપને પુષ્‍પાંજલી - શૌર્યયાત્રા

રાજકોટ : હિંદવા રાજપૂત અને સીસોદીયા કુળ દિપક શ્રી મહારાણાપ્રતાપની આજે ૪૮૨ મી જન્‍મ જયંતિ નિમિતે કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા મહાઆરતી, પુષ્‍પાંજલી અને શૌર્યયાત્રાના કાર્યક્રમો હાથ ધરાયા હતા. સવારે સોરઠીયાવાડી ચોક ખાતેની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરાયા બાદ શૌર્યયાત્રાને પ્રસ્‍થાન અપાયુ હતુ. જે કેવડાવાડી, કેનાલ રોડ, જીલ્લાગાર્ડન ચોક, રામનાથપરા, કોઠારીયાનાકા, પેલેસરોડ, ભુપેન્‍દ્રરોડ, ત્રિકોણબાગ, લીંબડા ચોક થઇ પંચનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થઇ હતી. આ કાર્યક્રમોમાં શહેર ભાજપ-કોંગ્રેસના આગેવાનો તેમજ સર્વ હિન્‍દુ સમાજ, ક્ષત્રિય રાજપુત સમાજના આગેવાનો બહોળી સંખ્‍યામાં જોડાયા હતા. પુષ્‍પાંજલી સમારોહમાં રાજપુત કરણી સેનાના સર્વશ્રી ચંદુભા પરમાર, હિતુભા ડોડીયા, યુવરાજસિંહ રાજપૂત, ભાવસિંહ ઓરા, નિલેશસિંહ ડાભી, અનિલસિંહ પરમાર, કાનાજી ચૌહાણ, સહદેવસિંહ ડોડીયા, સહદેવસિંહ હેરમા, યુવરાજસિંહ ભાટી, રાકેશસિંહ રાઠોડ, કૌશલસિંહ ડોડીયા, યુવરાજસિંહ ડોડીયા, ચંદ્રસિંહ ડોડીયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. શૌર્યયાત્રામાં બાઇક અને ફોરવ્‍હીલર સાથે વિશાળ સંખ્‍યામાં સાફાધારી યુવાનો જોડાયા હતા. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:01 pm IST)