Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ હિરાસર એરપોર્ટનો રિવ્યુ લેશે

સુરેન્દ્રનગરમાં કાર્યક્રમ પતાવી ચોટીલા હેલીપેડથી સવારે ૧૧.૩૦ કલાકે હિરાસર ખાતે નિરીક્ષણ : સપ્ટેમ્બરમાં પહેલા ફેઇઝનું લોકાર્પણ : એરપોર્ટનું કામ તો ૧૫-૧૭ વર્ષ ચાલશે : ૪ પવનચક્કી જસદણમાં ખસેડાશે : ATC ટાવર મોબાઇલથી કનેકટીવીટી કરાશે

રાજકોટ તા. ૨ : રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૃણ મહેશ બાબુએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટનું કામ યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે, અને આ કામગીરીની સમીક્ષા સંદર્ભે રિવ્યુ અંગે કાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને અન્ય હાઇલેવલ અધિકારીઓ કાલે સીધા હિરાસર એરપોર્ટ ખાતે આવી રહ્યા છે.

કલેકટરે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર ખાતે કાર્યક્રમ હાજરી આપી મુખ્યમંત્રીશ્રી ચોટીલા હેલીપેડ અને ત્યાંથી સવારે ૧૧.૩૦ વાગ્યે હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને તેઓ સંબંધીત તમામ અધિકારીઓ સાથે ચાલી રહેલ કામગીરી અંગે સમીક્ષા કરશે.

કલેકટરે જણાવેલ કે એટીસી ટાવર હાલ મોબાઇલ કનેકટીવીટી દ્વારા ચાલુ કરી દેવાશે, સપ્ટેમ્બરમાં પહેલા ફેઇઝનું લોકાર્પણ થાય તેમ શકયતા છે, ઓગસ્ટના અંતમાં રન-વેની ટ્રાયલ લેવાઇ જશે, ઙ્ગહાલ રન-વેનું કામ પૂર્ણ થયું છે, મેઇન રોડનું કામ પૂરજોશમાં ચાલુ છે.

કલેકટરે નિર્દેશ આપ્યો હતો કે એરપોર્ટને નડતરરૃપ જે ૪ પવનચક્કી છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે, તે ખસેડવાની કામગીરી સુરેન્દ્રનગર કલેકટર કરશે અને આ પવનચક્કીને પુનઃ સ્થાપિત માટે જસદણ પંથકમાં જગ્યા આપી દેવાશે.

કલેકટરે નિર્દેશ આપેલ કે હાલ પહેલા ફેઇઝનું તમામ લેવલે કામ ચાલી રહ્યું છે, તમામ કામ પૂર્ણ થતા ૧૫-૧૭ વર્ષ એટલે ૨૦૩૫-૨૦૪૦નો સમય આવી શકે છે, જેમાં તમામ ટર્મીનલ બિલ્ડીંગ, લોજીસ્ટીક એરીયા વિગેરેનો સમાવેશ થાય છે.

ય્.બ્. મીટીંગ કેન્સલ લેન્ડ ગ્રેબીંગ

મીટીંગ હવે શનિવારે મળશે

કલેકટરે જણાવેલ કે, આવતીકાલે બપોર બાદ મળનાર લેન્ડગ્રેબીંગ મીટીંગ હવે શનિવારે મળશે, શનિવારે કાયદો - વ્યવસ્થા - સીટની પણ મીટીંગ છે, જ્યારે શનિવારે યોજાનાર આર.ઓ. મીટીંગ રદ્દ કરી દેવાઇ છે.

(4:00 pm IST)