Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

એરપોર્ટ રોડ - ઢેબર રોડ પરથી અખાદ્ય ચોકલેટ ઠંડા પીણા - પંજાબી ગ્રેવી સહિત ૩૨ કિલો ચીજવસ્‍તુઓનો નાશ

મારૂતિ પ્રોવિઝન સ્‍ટોરમાંથી ૨૦ કિલો એકસપાયરી ચોકલેટ, ઠંડા પીણા, ઓમ ચાઇનીઝમાંથી ૮ કિલો વાસી પંજાબી ગ્રેવી તથા રાજ રેસ્‍ટોરન્‍ટમાંથી પ્રીપરેડ અખાદ્ય ખોરાકનો જથ્‍થો ઝડપાયો : જંકશન, વાણીયાવાડી વિસ્‍તારમાં વેપારીને લાયસન્‍સ બાબતે નોટીસ : ૪ નમૂના લેવાયા

રાજકોટ તા. ૨ : શહેરીજનોને જનહિતાર્થે આરોગ્‍યપ્રદ ખોરાક મળી રહે તે હેતુથી મ્‍યુ.કોર્પોરેશનની આરોગ્‍ય શાખા દ્વારા વિવિધ વિસ્‍તારોમાં ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વાણીયા વાડી, જંકશન પ્‍લોટ સહિતના વિસ્‍તારમાં ૪૦ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ દરમિયાન ૧૧ વેપારીને લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવી હતી તેમજ ફુડ વિભાગને મળેલ ફરિયાદના અનુસંધાને એરપોર્ટ રોડ પર મારૂતિ પ્રોવિઝન સ્‍ટોરમાંથી, એરપોર્ટ પર ઓમ ચાઇનીઝ - પંજાબી તથા એસ.ટી. બસ પોર્ટ સામે રાજ રેસ્‍ટોરન્‍ટમાંથી અખાદ્ય ચોકલેટ, ઠંડાપીણા, પંજાબી ગ્રેવી સંગ્રહ કરેલ પ્રીપેચ્‍ડ ખાદ્ય ખોરાક સહિત કુલ ૩૨ કિલો વાસી ચીજવસ્‍તુઓનો નાશ કરવામાં આવ્‍યો હતો તેમજ દૂધ, પાણીના ૪ નમૂના લેવામાં આવ્‍યા હતા.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મનપાની ફૂડ શાખા દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરીની વિગતો આ મુજબ છે.
ફુડ સેફટી ઓન વ્‍હીકલસ વાન દ્વારા ચેકીંગ
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીકલસ વાન સાથે વાણીયાવાડી મેઈન રોડ બોલબાલા માર્ગ વિસ્‍તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૪૦  ખાણીપીણીના વેપારીને ત્‍યાં ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, દૂધ, મસાલા તથા ફરસાણના ઉપયોગમાં લેવાતા ખાધ્‍ય તેલ વિગેરેના કુલ ૨૫ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન ૧૧ વેપારીને લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને આવેલ ફરિયાદના અનુસંધાને સદગુરૂ વિહાર કોમ્‍પ્‍લેક્‍સ, એરપોર્ટ રોડ, રાજકોટ મુકામે આવેલ મારૂતિ પ્રોવિઝન સ્‍ટોરની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ એકસપાયરી થયેલ ચોકલેટ, નમકીન, ઠંડાપીણા, મસાલા, વગેરે પેકડ ખાદ્યચીજોનો જથ્‍થો મળી આવતા કુલ ૨૦ કિલો એકસપાયરી ખાદ્યચીજોનો સ્‍થળ પર નાશ કરેલ તથા યોગ્‍ય સ્‍ટોરેજ કરવા, હાયજિનિક કંડિસન જાળવવા તથાᅠ લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.ᅠસદગુરુ વિહાર કોમ્‍પ્‍લેક્‍સ, એરપોર્ટ રોડ, મુકામે આવેલ ઓમ ચાઇનીઝ પંજાબીની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ વાસી પંજાબી ગ્રેવીનો ૦૮ કિલો જથ્‍થો મળી આવતા સ્‍થળ પર નાશ કરેલ તથા યોગ્‍ય સ્‍ટોરેજ કરવા, હાયજિનિક કંડિસન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.ᅠ એસ.ટી. બસ પોર્ટની સામે, ઢેબર રોડ, રાજકોટ મુકામે આવેલ રાજ રેસ્‍ટોરન્‍ટની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ વાસી પ્રીપેર્ડ ખાદ્ય ખોરાકનો ૦૪ કિલો જથ્‍થો મળી આવતા સ્‍થળ પર નાશ કરેલ તથા યોગ્‍ય સ્‍ટોરેજ કરવા, હાયજિનિક કંડિસન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.ᅠ ઉપરોકત ૩ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાંથી ૩૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્‍યો હતો.
૪ નમૂના લેવાયા
(૧) JALPARI PACKAGED DRINKING WATER (500 ML PAKED BOTTLE) : સ્‍થળ- જલપરી બેવરેજીસ -માયાણીનગર શેરી નં.૧, બેક બોન શોપિંગ સેન્‍ટર સામે, માયાણી ચોક, રાજકોટ.ᅠ
(૨) “AQUA FRESH” PACKAGED DRINKING WATER (1 LIT PAKED) : સ્‍થળ AQUA FRESH WATER TECHNOLOGIES -બ્રહ્માણી હોલ પાસે કોઠારીયા રીંગ રોડ ચોકડી, રાજકોટ.
(૩) HIMALAYAN NATURAL MINERAL WATER (500 ML PAKED BOTTLE) : સ્‍થળ- ગુરુકૃપા સેલ્‍સ, ૩-વિશ્વનગર, આવાસ યોજના-ખીજડાવાળો રોડ, રાજકોટ. તથા (૪) મિકસ દૂધ (લુઝ) સ્‍થળ- તુલસી ડેરી ફાર્મ -નારાયણનગર મેઇન રોડ, ઢેબર રોડ સાઉથ ખાતેથી ૪ નમૂના લેવામાં આવ્‍યા હતા.

 

(4:00 pm IST)