Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

મનપા આયોજીત બેડમિન્ટન સ્પર્ધામાં પ૬૧ સ્પર્ધકોએ હિર ઝળકાવ્યુ : સમાપન સમારોહ

શિક્ષણ સાથે રમતગમતનુંં પણ ખુબ જ મહત્વ : સ્પોર્ટસમાં કારકિર્દી બનાવી શકાય છે : પ્રદીપ ડવ

રાજકોટ, તા. ર : બેડમિન્ટનના ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા તા.૨૬/૦૫ થી તા.૦૧ સુધી રેસકોર્સ સંકુલમાં આવેલ શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાયેલ, જેના વિજેતાઓને ગઇકાલે ટ્રોફી એનાયત સમારોહ  મેયર ડૉ.પ્રદિપ ડવ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. સ્પર્ધામાં પ૬૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.           

  આ અવસરે ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડે.કમિશ્નર સી.કે.નંદાણી, સમાજ કલ્યાણ સમિતિ વાઈસ ચેરમેન સંજયસિંહ રાણા, કોર્પોરેટર ડૉ.દર્શનાબેન પંડ્યા, કોર્પોરેટર લીલુબેન જાદવ, આસી.મેનેજર દિપેન ડોડીયા, અમિત ચોલેરા, એચ.જી. મોલીયા, બેડમિન્ટનના કોચ તેમજ ભાગ લેનાર ખેલાડીઓ ઉપસ્થિત રહેલ.

આ અવસરે મેયર ડૉ.પ્રદિપ ડવએ જણાવ્યુ હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ પુરૃ પાડવા માટે રેસકોર્સ સંકુલ ખાતે જુદા-જુદા સ્પોર્ટ્સ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે. રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી શકે તે માટે રાજ્ય સરકાર તેમજ મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે, અને ખેલાડીઓને સ્પોર્ટ્સ ક્ષેત્ર માટે ઉતકૃષ્ટ સુવિધાઓ આપી રહી છે.  તેમણે  વધુમાં જણાવ્યુ હતુ કે, આપણા જીવનમાં શિક્ષણની સાથોસાથ સ્પોર્ટ્સનું પણ એટલું જ મહત્વ છે, અને સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ ઝળહળતી કારકીર્દિ બનાવીને આગળ વધી શકાય છે. બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તેમજ વિજેતા ખેલાડીઓને હ્રદયપુર્વકની શુભેચ્છા પાઠવેલ હતી.      

 

કાર્યક્રમની શરૃઆતમાં સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઇ પીપળીયાએ શાબ્દિક  સ્વાગત કરેલ, ત્યારબાદ તેઓએ તથા વાઇસ ચેરમેન સંજયસિંહ રાણાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કરેલ.

આ પ્રસંગે વિજેતાઓ તેમજ રનર્સઅપ ખેલાડીઓને મેયર ડૉ.પ્રદિપ ડવ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફીઓ એનાયત કરી, પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. બેડમિન્ટન ટુર્નામેન્ટમાં-૨૦૨૨માં કુલ ૫૬૧ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ, જેમાં ૧૦ સીંગલ્સ કેટેગરીના પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમે આવેલ ૩૦ ખેલાડીઓ તથા ૦૪ ડબલ્સ કેટેગરીના પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમે આવેલ કુલ ૨૪ ખેલાડીઓ (૧૨ પેર) મળીને કુલ ૫૪ ખેલાડીઓને મહાનુભાવોના વરદ હસ્તે ટ્રોફી આપવામાં આવેલ.

તમામ કેટેગરીના ફાઇનલ મેચ તા. ૧ ના રોજ યોજાયેલ. જેમાં ૧૦ સીંગલ્સ કેટેગરીના પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમે આવેલ ૩૦ ખેલાડીઓ તથા ૦૪ ડબલ્સ કેટેગરીના પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમે આવેલ કુલ ર૪ ખેલાડીઓ (૧ર પેર) મળીને કુલ પ૪ ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી આપવામાં આવેલ.

(3:58 pm IST)