Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

ટ્રેકટર ચોક પાસેથી અનીલ મકવાણા છરી સાથે પકડાયો

ભાઇ અવારનવાર ઝઘડો કરતો હોઇ, તેથી છરી રાખી'તી

રાજકોટ, તા. ર :  દૂધસાગર રોડ પર આવેલ ટ્રેકટર ચોક પાસેથી થોરાળા પોલીસે એક શખ્‍સોને છરી સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના પીઆઇ જે.આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. બી. ડાંગર સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.  ત્‍યારે દૂધસાગર રોડ પર ટ્રેકટર ચોક પાસેથી અનીલ દીલીપભાઇ મકવાણા (ઉ.વ.રપ) (રહે. આજી નદીના કાંઠે પાણીના ટાંકા પાસે) ને છરી સાથે પકડી લીધો હતો. પૂછપરછમાં તેનોભાઇ અવારનવાર ઝઘડો કરતો હોઇ તેથી છરી રાખી હોવાનું રટણ કરી રહ્યો છે. આ કામગીરી પીએસઆઇ એન.બી. ડાંગર, એ.એસ.આઇ. જયેશભાઇ નીમાવત, હેડ કોન્‍સ. ચેતનભાઇ, વિશાલભાઇ, રાકેશભાઇ, જયેશભાઇ અને અમરદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:58 pm IST)