Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

ગાંધીગ્રામમાં પત્‍ની રીસામણે ચાલી જતા પતિ યશપાલે સાસુ અને સાળાને ધમકી દીધી

પરિણીતાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં પતિ સામે ફરિયાદ

રાજકોટ તા. ર : ગાંધીગ્રામ મેઇન રોડ પર આવેલા એપાર્ટમેન્‍ટમાં રહેતી પરિણીતા રીસામણે ચાલી જતા પતિએ ફોન કરી સાસુ અને સાળાને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ મેઇન રોડ પર આશાપુરા ફલેટ નં. ૩૦૩માં રહેતા તેજલબેન યશપાલ દાવેરા (ઉ.ર૭) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં પતિ યશપાલ નિર્મળભાઇ દાવેરા સામે ફરીયાદ નોંધાવી છે તેજલબેને ફરીયાદમાં જણાવ્‍યું છે કે, પોતે ગાંધીગ્રામમાં જ ચારેક દિવસથી રીસામણે હોઇ, પતિ અવાર નવાર પરત આવવા બાબતે ફોન કરતો હોઇ, તે બાબતે ગઇકાલે પોતે ઘરે હતા ત્‍યારે પતિએ ફોન કરી કહેલ કે‘તુ અહી ઘર પાસે આવ' કહી પોતાની માતા ભાઇ અને ભાભીને  જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે એ. એસ. આઇ. જયસુખભાઇ હુંબલે તપાસ હાથ ધરી છે.

(3:57 pm IST)