Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

શહેરના માર્ગો ચાના થડા - ટેબલમુક્‍ત કરવા મનપા તંત્રની કડક કાર્યવાહી

છેલ્લા બે દિવસમાં વિવિધ વિસ્‍તારોમાંથી ૭૯ થડાના દબાણો હટાવાયા : ૮ હજારનો દંડ

રાજકોટ,તા.૨: મહાનગરપાલિકા દ્વારા  શહેરને સ્‍માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્‍ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્‍કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્‍ય ૪૮ માર્ગો પર નડતર રૂપ ચા ના થડા અને ટેબલ દુર કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્‍વયે બે દિવસમાં વિવિધ વિસ્‍તારમાંથી નડતર રૂપ ૭૯ થડાઓ અને ટેબલ જપ્ત કરી ૮ હજારનો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્‍ટ દ્વારા તા.૩૧ મે થી તા. ૧ જૂન દરમ્‍યાન શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ચાના થળા અને ટેબલ તથા અન્‍ય ચીજવસ્‍તુઓ જપ્તી કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

જેમાં જાહેર માર્ગ પર નડતર રૂપ ચાના થળા અને અન્‍ય પરચુરણ ચીજવસ્‍તુ ૭૬ (મોમાઈ ટી સ્‍ટોલ,ખોડીયાર દાળપકવાન,મોમાઈ રેસ્‍ટોરંટ,જય વરછરાજ ટી સ્‍ટોલ,જય ખોડીયાર ટી સ્‍ટોલ) જે ભક્‍તિનગર રેલ્‍વે સ્‍ટેશન, જયુબેલી માર્કેટ,ઢેબર રોડ,ટાગોર રોડ,એસ્‍ટ્રોન નાલા પાસે,મહીલા અંડરબ્રિજિ, મોચીબજાર,જવાહર રોડ,ધરમ સિનેમા વાળો રોડ, કેનાલ રોડ,એરપોર્ટ રોડ,રૈયા રોડ,છોટુનગર,માયાણી ચોક,કોટેચા ચોક,ચંદ્રેશનગર,બાલાજી હોલ પાસે,નાના મૌવા રોડ,રૈયા સર્કલ,૧૫૦ ફુટ રિંગ રોડ,નાણાવટી ચોક,પરથીજપ્ત કરવામાં આવ્‍યા હતા.

રૂ.૮૦૦૦ વહીવટી ચાર્જ ᅠનાના મૌવા રોડ, ત્રિકોણ બાગ,ᅠયુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ, રૈયા રોડ,ᅠમાટેલ ચોક, મોરબી રોડ,ᅠભાવનગર રોડ, જીમખાના, ગુંદાવાડી, હરીહર ચોક,ᅠજુની ખડપીઠ, પરથીᅠવસુલ કરવામાં આવ્‍યો હતો.

(3:48 pm IST)