Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

રાજકોટના ૪ વીજ સબ ડીવીઝનમાં સવારથી વીજ ટીમોની ધણધણાટીઃ રેસીડન્‍સ-કોમર્શીયલ-દુકાનોમાં ચેકીંગનો દોર

પ્રદ્યુમનગર-ઉદ્યોગનગર-મહિલા કોલેજ-લક્ષ્મીનગરના થોકબંધ વિસ્‍તારોમાં ૪ર ટીમો ત્રાટકી

રાજકોટ તા. ર :.. પીજીવીસીએલ કોર્પોરેટ કચેરીની વીજ ચેકીંગ સંદર્ભેની વીજીલન્‍સ ટીમોએ પોલીસના સઘન બંદોબસ્‍ત - વીડીયો ગ્રાફરોને સાથે રાખી રાજકોટના ૪ વીજ સબ ડીવીઝનના થોકબંધ  વિસ્‍તારોમાં દરોડા પાડી વીજ ચોરી ઝડપી લેવા ધોસ બોલાવી છે, કુલ ૪ર ટીમો ત્રાટકી હોવાનું સુત્રોએ ઉમેર્યુ હતું, ચાર વીજ સબ ડીવીઝનો પ્રદ્યુમનગર, ઉદ્યોગનગર, મહિલા કોલેજ તથા લક્ષ્મીનગરના મોટા રેસીડન્‍સ-કોમર્શીયલ-દુકાનોમાં ચેકીંગનો દોર સવારે ૮ વાગ્‍યાથી શરુ કરાયો છે.

પ્રદ્યુમનનગરમાં ગલીવાડ, ઠકકરબાપા વિસ્‍તાર, ભીલવાસ, કોલેજવાડી મેઇન રોડ, ઉદ્યોગનગરમાં નવલનગર, કૃષ્‍ણનગર, ભોલેનાથ, લોહાનગર, ઉદ્યોગનગર કોલોની, ગોંડલ રોડ, કોમર્શીયલ, તો મહિલા કોલેજ વીજ સબ ડીવીઝનમાં વૈશાલીનગર, તિરૂપતીનગર, રૈયા રોડ વેપારી વિસ્‍તાર અને લક્ષ્મીનગર ક્ષેત્રમાં માયાણી આવાસ, વિશ્વનગર, રાજનગર ચોક, ચંદ્રેશનગર વિસ્‍તારમાં દરોડા પડાયા છે, આ ચેકીંગ ગેલેકસી અર્બન, સોસાયટી અર્બન, લોહાનગર, ગુરૂકુળ, નિર્મલા રોડ, ચંદ્રેશનગર ફીડર આવરી લેવાયા છે. આ ઉપરાંત આજે સુરેન્‍દ્રનગર સર્કલના  સુરેન્‍દ્રનગર ડીવીઝન હેઠળ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવમાં થાન, ચોટીલા, વઢવાણ, સુરેન્‍દ્રનગર શહેર-ર ક્ષેત્રમાં કુલ ૩૬ ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાયું છે. તેમજ આવરી લેવામાં આવેલ ૧૪ ગામમાં પણ વીજ ટીમો પહોંચી હતી. 

(3:47 pm IST)