Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

ખંઢેરીમાં ધારેશ્વર મહાદેવ મંદિરે શનિવારથી ત્રણ - દિવસીય મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

રાજકોટ તા. ૨ : પડધરી તાલુકાના અને રાજકોટની ભાગોળે આવેલા ખંઢેરી ગામે શ્રી સ્‍વયંભુ ધારેશ્વર મહાદેવ મંદિરે આગામી તા. ૪ થી ૬ ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આયોજન કરાયુ છે.શિવમંદિરમાં શિવ પરિવારની મૂર્તિ, નવગ્રહ ભૈરવ દાદા, રામદરબાર, હનુમાનજી મહારાજ, શનિ શિલા, દિશાના દેવો વગેરેની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્‍ઠાનો પ્રારંભ શનિવાર તા. ૪ ના થશે.

હાથી, ઘોડા, ગાડા સાથે રજવાડી શોભાયાત્રા ખંઢેરી ગામથી પ્રસ્‍થાન પામી ધારેશ્વર મંદિરે જશે.

વહેલી સવારે ૭.૩૦ થી ૧૨.૩૦ મધ્‍યાહન સુધી ગણેશ પૂજા, અભિષેક, નવગ્રહ પૂજન સહીતના કાર્યક્રમો ચાલશે. મધ્‍યાહન બાદ કુટીર હોમ, ધાન્‍યાધિવાસ, જલાધિવાસ સહીતની વિધ થશે. તા. ૫ ના રવિવારે સવારે ૭.૩૦ થી સાંજ સુધી સ્‍થાપિત દેવોની પૂજા, જલયાત્રા સહીતના કાર્યક્રમો અને તા. ૬ ના સોમવારે ૭ વાગ્‍યાથી મંડપ પ્રસ્‍થાપિત દેવોની પૂજા, દેવોની પ્રતિષ્‍ઠા સહીતના કાર્યક્રમો થશે. બપોરે ૧૨.૩૦ કલાકે બીડુ હોમાશે. ત્રણે દિવસ બપોરે ૧૧.૩૦ અને સાંજે ૭ કલાકે પ્રસાદીની વ્‍યવસ્‍થા કરેલ છે.

ધર્મોત્‍સવના આચાર્યપદે હર્ષદભાઇ જીવરામભાઇ જોષી-રાજકોટ, શાષાી ભાસ્‍કરભાઇ ત્રિવેદી-રાજકોટ, શાષાી સાગરભાઇ દવે-આણંદપર, શાષાી અરવિંદભાઇ જોષી-રાજકોટ બિરાજશે.

આ ધાર્મિક અવસરે મહંતશ્રી ભગવતીગીરી ગુરૂ સંધ્‍યાગીરી બાપુ -સામખીયાળી, મહંતશ્રી જગન્નાથજી મહારાજ તથા શ્રી પ્રભુદાસજી માતુશ્રી રામબાઇમાંની જગ્‍યા - વવાણીયા, સ્‍વયંભુશ્રી ધારેશ્વર મહાદેવના મહંતશ્રી મનુબાપુ - ખંઢેરી, મહંતશ્રી ગાંડીયા બાપુ (બાપા સીતારામ) - રૈયા ચોકડી ઉપસ્‍થિત રહી આશીર્વાદ વરસાવશે.અતિથિ વિશેષ તરીકે પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ,     આહીર સમાજના અગ્રણી લાભુભાઇ ખીમાણીયા, નાગદાનભાઇ ચાવડા વગેરે ઉપસ્‍થિત રહેશે.

આ અવસરે સર્વરોગ નિદાન કેમ્‍પનું પણ આયોજન કરાયુ છે. જેમાં નિષ્‍ણાંત ડોકટરોની ટીમ સેવા આપશે.

ધર્મપ્રેમીજનોએ પધારવા યજમાન પરિવારના રામભાઇ ડાંગર, એભલભાઇ ડાંગર, રાજેશભાઇ ડાંગર, નિર્મલભાઇ ડાંગરે જાહેર અનુરોધ કરેલ છે.

(3:36 pm IST)