Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

ઓખા-દિલ્‍હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્‍ટ સ્‍પેશિયલ ટ્રેન લંબાવવામાં આવીઃ ટિકિટનું બુકિંગ ૩ જૂનથી

રાજકોટ, તા. ર : મુસાફરોની સુવિધા માટે, પヘમિ રેલ્‍વેએ ઓખા-દિલ્‍હી સરાઈ રોહિલા વચ્‍ચે વિશેષ ભાડા પર દોડતી સમર સુપરફાસ્‍ટ સ્‍પેશિયલ ટ્રેનની ફ્રીક્‍વન્‍સી લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્‍યા અનુસાર, આ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ

 ટ્રેન નંબર ૦૯૫૨૩/૨૪ ઓખા - દિલ્‍હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્‍ટ સ્‍પેશિયલ (૪ ટ્રી૫)

ટ્રેન નંબર ૦૯૫૨૩ ઓખા - દિલ્‍હી સરાઈ રોહિલા સ્‍પેશિયલ (દર મંગળવારે) જેને ૧૪ જૂન, ૨૦૨૨ સુધી સૂચિત કરવામાં આવી હતી, તે આગળ ૨૮ જૂન, ૨૦૨૨ સુધી લંબાવવામાં આવશે. એ જ રીતે, ટ્રેન નંબર ૦૯૫૨૪ દિલ્‍હી સરાઈ રોહિલા - ઓખા સ્‍પેશિયલ (દર બુધવારે) જેને ૧૫મી જૂન, ૨૦૨૨ સુધી સૂચિત કરવામાં આવી હતી, જે ૨૯મી જૂન, ૨૦૨૨ સુધી લંબાવવામાં આવશે.

ટ્રેન નંબર ૦૯૫૨૩ માં ટિકિટોનું બુકિંગ ૩ જૂન, ૨૦૨૨ થી PRS કાઉન્‍ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનમાં મુસાફરોને અનરિઝર્વ્‍ડ જનરલ ટિકિટ પણ આપવામાં આવશે. ટ્રેનના સંચાલનના સમય, સ્‍ટોપેજ અને સ્‍ટ્રક્‍ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry. indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે

(3:33 pm IST)