Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

નારણકા ગામની ખેતીની જમીનનો કરાર પાલન કરી દસ્‍તાવેજ રદ કરવા અંગેની અપીલ નામંજુર

રાજકોટ તા. રઃ નારણકા ગામની ખેતીની જમીનનો કરારના વિશીષ્‍ટ પાલન કરી આપવા તથા દસ્‍તાવેજ રદ કરવાની અપીલ ડીસ્‍ટ્રીકટ કોર્ટે રદ કરી હતી.
આ કેની હકીકત એવી છે કે પડધરીના સીવીલ જજ સમક્ષ કાસમભાઇ જુસબભાઇ તથા દેવાભાઇ ગોકળભાઇ ગમારા એ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નારણકા ગામના સર્વે નં. ૧૩ર પૈકી એકર ૧-૧૦ ગુંઠા તથા ૧૭૯ પૈકી એકર ૩-ર૯ ગુંઠાનો કરારનો વિશિષ્‍ટ પાલન કરવા, હકક સ્‍થાપનનું વિજ્ઞાન કરાવવા, કાયમી મનાઇ હુકમ મળવા તથા દસ્‍તાવેજ રદ કરવાનો દાવો સ્‍વ. ધરમશીભાઇ રૂપાભાઇ ભાલોડીયાના વારસો તથા પોલાભાઇ પરબતનભાઇ ડાંગર તથા મેરામભાઇ અરજણભાઇ કુવાડીયા સામે કરેલ તે દાવામાં પક્ષકારોનો પુરાવો તથા વકીલો દ્વારા કરવામાં આવેલ દલીલો ધ્‍યાને લઇ એવો હુકમ ફરમાવેલ કે વાદીઓએ સુથીની રકમ રૂા. ૧,૪૯,૦૦૦/- ઉપર દાવો દાખલ થયા તારીખથી ૧૦% ના વ્‍યાજ સાથે મુળ માલીક ધરમશીભાઇ રૂપાભાઇએ ચુકવી આપવા તા તે રકમ જયાં સુધી ન ચુકવે ત્‍યાં સુધીના ૧ર% લેખે વ્‍યાજ સાથે રકમ ચુકવી આપવી અને વાદીઓનો કરારના વિશિષ્‍ટ પાલન કરવા તથા દસ્‍તાવેજ રદ કરવાનો દાવો નામંજુર કરેલ હતો.
આ હુકમથી નારાજ વાદી કાસમભાઇ જુસબભાઇ દોઢીયા તથા દેવાભાઇ ગોકળભાઇ ગમારા એ રાજકોટના એડી. ડીસ્‍ટ્રીકટ જજ સમક્ષ પડધરીના પ્રિન્‍સીપાલ સીવીલ જજ દ્વારા આપવામાં આવેલ હુકમ અને હુકમનામું રદ કરવા અપીલ દાખલ કરેલ. આ કામમાં મુળ માલીક સ્‍વ. ધરમશીભાઇ રૂપાભાઇ ભાલોડીયા, પોલાભાઇ પરબતભાઇ ડાંગર તથા મેરામભાઇ અરજણભાઇ કુવાડીયાના વકીલ શ્રી રાજેશ કે. દલ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે સ્‍વ. ધરમશીભાઇ રૂપાભાઇ દ્વારા કરી આપેલ કુલમુખત્‍યારનામાનો કયારેય ઉપયોગ કરવામાં આવેલ નથી, અવેજ ચુકવ્‍યા બાદ ઘણા લાંબા સમયે દાવો દાખલ કરવામાં આવેલ છે, વાદીઓ દ્વારા કયારેય શરત મુજબ બીનખેતી કરવા અંગેની કોઇ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી વાદીઓ ખાતેદાર ખેડુત નથી.
નીચેની કોર્ટના હુકમ મુજબની રકમ પ્રતિવાદીઓ દ્વારા કોર્ટમાં જમા કરાવી આપેલ છે, કરારમાં સમય અગત્‍યનું પરીબળ હોવા છતાં વાદીઓએ સમય મર્યાદામાં કોઇ કાર્યવાહી કરેલ નથી મુળ માલીક સ્‍વ. ધરમશીભાઇ રૂપાભાઇ ભાલોડીયા દ્વારા પોલાભાઇ પરબતભાઇ ડાંગર તથા મેરામભાઇ અરજણભાઇ કુવાડીયા જોગ રજીસ્‍ટર્ડ દસ્‍તાવેજ કરી આપેલ છે તે તમામ વિગતોધ્‍યાને લઇને વાદીઓની અપીલ રાજકોટના એડી. ડીસ્‍ટ્રીકટ જજે રદ કરી પડધરીના સીવીલ જજે કરેલ હુકમ તથા હુકમનામું કાયમ રાખેલ છે.
આ કામમાં પ્રતિવાદીઓ પોલાભાઇ પરબતભાઇ ડાંગર, મેરામભાઇ અરજણભાઇ કુવાડીયા તથા મુળ માલીક સ્‍વ. ધરમશીભાઇ રૂપાભાઇ ભાલોડીયાના વારસો વતી રાજકોટના જાણીતા એડવોકેટશ્રી રાજેશ કે. દલ, નિલેશ આર. શેઠ, શ્‍યામલ જી. રાઠોડ, આકાશ એમ. ચૌહાણ તથા ખ્‍યાતીબેન કે. દાવડા રોકાયેલા હતા.

 

(3:32 pm IST)