Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

રાજકોટ રેલવે ડિવિઝનમાં ૩ જૂનથી ‘ઈન્‍ટરનેશનલ લેવલ ક્રોસિંગ ગેટ અવેરનેસ વીક' ની ઉજવણી

રાજકોટ : લોકોમાં સલામતી અંગે જાગળતિ આવે તે માટે રાજકોટ રેલવે ડિવિઝનમાં ૩જી જૂનથી ૯મી જૂન, ૨૦૨૨ દરમિયાન ‘ઇન્‍ટરનેશનલ લેવલ ક્રોસિંગ ગેટ અવેરનેસ વીક' ની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન, રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈન ની સક્ષમ આગેવાની હેઠળ, સીનિયર ડિવિઝનલ સેફ્‌ટી ઓફિસર શ્રી એન.આર. મીના અને સેફ્‌ટી ડિપાર્ટમેન્‍ટ ના કર્મચારીઓ દ્વારા રાજકોટ ડિવિઝનના તમામ ૨૫૪ લેવલ ક્રોસિંગ ગેટ પર રેલવેના કર્મચારીઓ દ્વારા સામાન્‍ય જનતા ને ફાટક પાર કરતી વખતે સાવચેતી ની બાબતો સમજાવવામાં આવશે. આ દરમિયાન લોકો અને વાહન ચાલકોને પેમ્‍ફલેટનું વિતરણ કરવામાં આવશે, નુક્કડ નાટકો યોજવામાં આવશે અને બેનરો અને પોસ્‍ટરો દ્વારા જનજાગળતિ અભિયાન ચલાવવામાં આવશે. RTO ની મદદથી લેવલ ક્રોસિંગ ગેટ પર પણ ૅએમ્‍બુશ ચેકૅ કરવામાં આવશે.

રાજકોટ ડિવિઝનમાં એક પણ માનવરહિત લેવલ ક્રોસિંગ ગેટ નથી અને છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકોટ ડિવિઝનમાં કોઈપણ લેવલ ક્રોસિંગ ગેટ પર હજુ સુધી કોઈ અકસ્‍માત થયો નથી. તકેદારી ના ભાગરૂપે અકસ્‍માતોને રોકવા માટે ‘જાન હૈ તો જહાં હૈ', ‘તમારી જીંદગી અમૂલ્‍ય છે', ‘રેલવે ફાટક પર અકસ્‍માતો ટાળો', ‘તમારો પરિવાર ઘરે તમારી રાહ જુએ છે', અને ‘લેવલ ક્રોસિંગ ફાટક પર ઉતાવળ ન કરો' જેવા સૂત્રોનું પ્રચાર કરીને સામાન્‍ય લોકોમાં જાગળતિ ફેલાવવામાં આવશે.

ઇન્‍ટરનેશનલ લેવલ ક્રોસિંગ ગેટ અવેરનેસ વીકના અવસર પર તમામ લોકો ને દુર્ઘટના કરતાં મોડું થાય એ સારુંના મુદ્દાને આત્‍મસાત કરવા માટે જાગળત કરવામાં આવશે.

(3:31 pm IST)