Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

ગોવિંદનગરમાં છોકરાઓ બાબતે ઝઘડો કરી રાજેશ્‍વરીબા પર ધોકાથી હુમલો

વૈશાલી, લાભુ અને પાયલ સામે ગુનો

રાજકોટ તા. રઃ એરપોર્ટ રોડ પર વેલનાથ ચોક પાસે ગોવિંદનગરમાં છોકરાઓ બાબતે મહિલા સાથે ઝઘડો કરી ત્રણ મહિલાએ લાકડાના ધોકા વડે મારા મારતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ એરપોર્ટ રોડ પર ગોવિંદનગર શેરી નં. પ માં રહેતા રાજેશ્‍વરીબા રામદેવસિંહ ઝાલા (ઉ.વ. ૩ર) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં વૈશાલી, લાભુ અને પાયલ સામે ફરિયાદ નોંધાવી છે રાજેશ્‍વરીબાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે ઘરે હતા ત્‍યારે વૈશાલી, લાભુ અને પાયલે આવી છોકરાઓ બાબતે ઝઘડો કરી ગાળો આપી ઉશ્‍કેરાઇને ઢીકાપાટુ તથા લાકડાના ધોકા વડે માર માર્યો હતો આ બનાવ અંગે એ.એસ.આઇ. જયસુખભાઇ હુંબલે તપાસ હાથ ધરી છે

 

(3:30 pm IST)