Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

બોગસ મેરેજ સર્ટી. ઉભુ કરી સગીરા ઉપરના દુષ્‍કર્મના ગુન્‍હામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા.ર : રાજકોટના કોઠારીયા મેઇન રોડ વિસ્‍તારની સગીરાના ઉપર દુષ્‍કર્મ અને પોકસો એકટ તથા બનાવટી દસ્‍તાવેજ ઉભા કરી ખોટુ મેરેજ સર્ટીફીકેટ ઉભુ કરવા બાબતે પકડાયેલ આરોપીના જામીન નામંજુર કરવાનો અત્રેની સ્‍પેશ્‍યલ પોકસો કોર્ટે હુકમ કર્યો હતો.
રાજકોટના કોઠારીયા મેઇન રોડ હુડકો પોલીસ ચોકીની પાછળના વિસ્‍તારમા રહેતા ફરીયાદીએ પોતાની સગીર વયની ૧૭ વર્ષની પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદ અંગેની ફરીયાદ રાજકોટના ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૪૬પ, ૪૬૬, ૪૬૮, ૪૭૧, ૪૭, તથા જાતીય ગુન્‍હાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ ર૦૧ર ની કલમ ૪,૬,૮,૧ર,૧૭ મુજબની ફરીયાદ રાજકોટના ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી હતી.
આ કામે આ કામના આરોપી નંબર (૧) રાકેશ ઉર્ફે રવિ સુરેશભાઇ સાપરા તથા દિલાવરભાઇ અલ્લારખાભાઇ પરમારની પોલીસ દ્વારા તા. ૧પ/પ/ર૦રર ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજુ કરતા આરોપી તે દીવસથી જેલ હવાલે કરવામાં આવેલો.
ત્‍યારબાદ આ કામનો આરોપી રાકેશ ઉર્ફે રવિ સુરેશભાઇ સાપરાએ ઉપરોકત કામ સબબ જામીન પર મુકત થવા માટે જામીન અરજી રાજકોટ સેશન્‍સ કોર્ટમાં ગુજારેલ હતી જે જામીન અરજીમાં મુળ ફરીયાદી વતી રાજકોટના યુવા એડવોકેટ રણજીત બી.મકવાણા દ્વારા વાંધા જવાબ રજુ કરતા અને રાજકોટના સરકારી વકીલ અનિલભાઇ ગોગીયા દ્વારા કરવામાં આવેલ દલીલના કારણે આરોપી રાકેશ ઉર્ફે રવિ સુરેશભાઇ સાપરાની રાજકોટના સ્‍પેશ્‍યલ જજે જામાીન અરજી નામંજુર કરવાનો હુકમ ફરમાવેલ છે.
આ કામમાં ફરીયાદી વતી યુવા એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, તથા સરકાર તરફે અનિલભાઇ ગોગીયા રોકાયેલ હતા.

 

(3:29 pm IST)