Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

બ્રહ્માકુમારીઝ દ્વારા વ્‍યસનમુક્‍તિ અભિયાન : અવધપુરી કેન્‍દ્ર પર એક મહિનો કાર્યક્રમો

રાજકોટ : બ્રહ્માકુમારીઝ સંસ્‍થા દ્વારા વ્‍યક્‍તિના શારિરીક, માનસિક, સામાજીક, નૈતિક, આધ્‍યાત્‍મિક મુલ્‍યોને ઉજાગર કરવા મુલ્‍યનિષ્‍ઠ પ્રયાસ કરવામાં આવે છે. સાત દિવસીય નિઃશુલ્‍ક કોર્ષ બાદ રાજયોગનો અભ્‍યાસ શીખવવામાં આવે છે. જે વ્‍યક્‍તિને પ્રત્‍યેક દ્રષ્‍ટીએ શ્રેષ્‍ઠ બનાવવામાં અગત્‍યનો ભાગ ભજવે છે. આવી પ્રવૃત્તિના ભાગરૂપે દોશી હોસ્‍પિટલ પાસે પંચશીલ સેવા કેન્‍દ્ર અને ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે અવધપુરી સેવા કેન્‍દ્ર ખાતે વ્‍યસન મુક્‍તિ અભિયાનનો શુભારંભ કરાયો હતો. એક માસ સુધી ચાલનાર આ અભિયાનમાં વિવિધ કાર્યક્રમો થકી વ્‍યસનમુક્‍તિ પ્રત્‍યે જાગૃત કરાશે. આ અભિયાન અંતર્ગત રાજયોગનો અભ્‍યાસ કરતા ૫૦ થી વધુ ભાઇઓને વ્‍યસન છોડવા બદલ સન્‍માનીત કરાયા હતા. મ્‍યુ. કમિશ્‍નર અમિતભાઇ ઓરોરાએ પણ  કેન્‍દ્રની આવી પ્રવૃત્તિના વખાણ કર્યા હતા. બ્ર.કુ. (ગુજરાત ઝોન ડાયરેકટર) ભારતીદીદીની ઉપસ્‍થિતીમાં દીપ પ્રાગટય કરી સૌએ વ્‍યસન મુક્‍તિની દ્રઢ પ્રતિજ્ઞા લીધી હતી. આ સાથે અનેક લોકોએ વ્‍યસનનું દાન કરી રાજયોગ અભ્‍યાસને અપનાવ્‍યો હતો. બ્ર.કુ. અંજુબેને એક માસ ચાલનાર આ અભિયાનનું લક્ષ્ય, ઉદેશ્‍યથી સૌને અવગત કર્યા હતા. નશાબંધી ઇન્‍સ્‍પેકટર શર્મીલાબેન મોરી, માંધાતાસિંહ વગેરે ઉપસ્‍થિત રહેલ.

(3:27 pm IST)