Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

રાજકોટ જેલમાં બે કેદીએ કાચ ખાધા, મહિલા કેદી સાબુ ખાઇ ગઇ

રાજકોટ તા. ૨: સેન્‍ટ્રલ જેલના બે પુરૂષ કેદી કાચ ખાઇ જતાં અને એક મહિલા કેદી સાબુ ખાઇ જતાં ત્રણેયને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.
મુળ ગોંડલનો અને હત્‍યાના ગુનામાં રાજકોટ જેલમાં રખાયેલો આકાશ હસમુખભાઇ આડતીયા (ઉ.૨૪) જેલમાં ટીકડા અને ઘડીયાળમાંથી કાઢીને કાચ ખાઇ જતાં તથા ઉનાનો અને હત્‍યાના ગુનાનો કેદી સોહિલ ઇબ્રાહીમભાઇ ચોૈહાણ (ઉ.૨૭) પણ જેલમાં ટીકડીઓ અને કાચ ખાઇ જતાં બંનેને ગત રાતે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. જ્‍યારે અન્‍ય એક મહિલા કેદી સુનિતા મહેશ્વરી (ઉ.૨૫) સાબુ ખાઇ જતાં સિવિલમાં ખસેડવામાં આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. આકાશ અને સોહિલને જેલમાં ગમતું ન હોઇ આમ કર્યુ હોવાનું રટણ કર્યુ હતું.

 

(3:27 pm IST)