Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

મનપાની લાયબ્રેરીમાં વિનામૂલ્‍યે ઓનલાઇન તાલીમ વર્ગો થશે શરૂ

ટેન્‍ડર પ્રક્રિયાની કાર્યવાહી હાથ ધરાઇ : ૩ શીફટમાં કુલ ૪૫૦ વિદ્યાર્થીઓને મેરીટના આધારે પસંદ કરી તાલીમ અપાશે : પ્રદિપ ડવ, પુષ્‍કર પટેલ, અમિત અરોરાની ઉમદા જાહેરાત :સ્‍પર્ધાત્‍મક પરીક્ષાર્થીઓ માટે સારા સમાચાર

રાજકોટ તા. ૨ : મહાનગરપાલિકાએ જી.પી.એસ.સી. અને ગુજરાત સરકારની વર્ગ-૩ની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવા ભાઈબહેનો માટે મનપા સંચાલિત વિવિધ લાઇબ્રેરીઓમાં ઓનલાઈન નિઃશૂલ્‍ક તાલીમ વર્ગો શરૂ કરવાનો ઉમદા નિર્ણય કરેલ છે. આ માટે આ તાલિમ વર્ગો માટે રસ ધરાવતી સંસ્‍થાઓ/કોચિંગ ક્‍લાસ/એજન્‍સી/વેબસાઈટ પાસેથી ૧૨ દિવસની મુદતમાં અરજીઓ મંગાવવામાં આવી છે, તેમ મેયર ડો. પ્રદિપ ડવ,ᅠસ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ અને મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ જાહેરાત કરેલ છે.
હાલમાં મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓ પોતાના અભ્‍યાસની તૈયારીઓ કરી શકે તે માટે વિદ્યાર્થીઓને ફ્રી વાંચનાલય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વિવિધ લાઇબ્રેરીઓમાં ૮૧૫ બેઠક વ્‍યવસ્‍થા કરવામાં આવી છે જેનો દરરોજ સરેરાશ ૧૦૦૦ થી ૧૨૦૦ વિદ્યાર્થીઓ લાભ મેળવી રહ્યા છે.
મહાનગરપાલિકા સંચાલિત  બાબુભાઈ વૈધ લાઈબ્રેરી, રૈયા રોડ, દતોપંત ઠેંગડી પુસ્‍તકાલય, શ્રોફ રોડ, ડો.ᅠ બાબા સાહેબ આંબેડકર ભવન પુસ્‍તકાલય, જીલ્લા ગાર્ડનમાં ઓડિયો વિઝયુઅલ રૂમની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ ત્રણ જગ્‍યાઓ પર વિધાર્થીઓને ગુજરાત કેડરની સ્‍પર્ધાત્‍મક પરિક્ષાઓમાં નિઃશૂલ્‍ક માહિતી અને માર્ગદર્શન મળી રહે અને પોતાની કારકિર્દીમાં સફળતા મેળવે તે માટે ફ્રી ઓનલાઈન વિવિધ પરીક્ષાઓના કોર્ષᅠ સસ્‍થાની મદદથી શરૂ કરવામાં આવશે.
જેમાં શરૂઆતમાં ત્રણેય જગ્‍યા પર ત્રણ શીફટમાં ૧૫૦ લેખે કુલ ૪૫૦ વિદ્યાર્થીઓને પસંદ કરી આ વર્ગોમાં ઓનલાઈન તાલીમ આપવામાં આવશે. જેની શરૂઆત એક મોટા સેમિનારથી કરવામાં આવશે. અને ત્‍યારબાદ ઇચ્‍છુક વિદ્યાર્થીઓની પરિક્ષા લઈને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. જેના માટે રસ ધરાવતી સંસ્‍થાઓ પાસેથી ટેન્‍ડર બહાર પાડીને અરજીઓ મંગાવવામાં આવીᅠᅠછે.

 

(3:25 pm IST)