Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

રાજકોટ વીજતંત્ર દ્વારા શ્રેષ્ઠ ગ્રાહકોનું સન્માન

રાજકોટ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ શહેર વર્તુળ કચેરીનાં સિટી ડિવિઝન - ૩ હેઠળ આવતા નાના મવા, માધાપર, મવડી રોડ, કાલાવડ રોડ, રૈયા રોડ અને વાવડી સબ ડિવિઝન નાં કુલ ૧૯ વીજ ગ્રાહકો કે જેમના દ્વારા આખા વર્ષ દરમ્યાન સતત વીજ બિલ મળ્યાના ૫ (પાંચ) દિવસમાં વીજબિલ ભરપાઈ કર્યા હોય તેમના ઘેર જઈ તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં પીજીવીસીએલ નાં મુખ્ય ઇજનેર (ટેક) જે.જે.ગાંધી, જનરલ મેનેજર ફાઇનાન્સ કે.એસ.મલકાન, મુખ્ય ઇજનેર આર.જે.વાળા , અધિક મુખ્ય ઇજનેર વી. એલ.ડોબરીયા, પી.સી.કાલરીયા, ડી.વી. લાખાણીનાં હસ્તે વીજ ગ્રાહકોને ટ્રોફી આપી બિરદાવવામાં આવેલ.

(3:08 pm IST)