Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક શહેરોમાં જુદા-જુદા દિવસોએ એક મીનીટ માટે પડછાયો ''અલોપ'' થઇ જશે

અલૌકિક ખગોળીય ઘટના માણવા માટે સુર્ય પ્રકાશ નીચે ઉભા રહેવાથી ''ઝીરો શેડો-ડે''નો અનુભવ થશે

રાજકોટ તા. ર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અલૌકિક ખગોળીય ઘટનાનો અનુભવ થશે. અને લોકોનો પડછાયો થોડીવાર માટે ગુમ થઇ જશે.

જામનગરના નભોમંડળમાં શનિવારે વધુ એક ખગોળીયા ઘટના સર્જવા જઇ રહી છે શનિવાર અને ૪ જુનના દિવસે 'ઝીરો શેડો ડે' તરીકે ઉજવાશે, અને બપોરના ૧ર.૪૮ મિનીટે સુર્ય બરાબર માથા પર આવશે, અને તેનો પડછાયો એક મીનીટ માટે સંપૂર્ણ પણે બંધ થઇ જશે. જેથી ૪ જુનની 'ઝીરો શેડો ડે' તરીકે ઉજવણી કરાશે.

ખગોળીય ઘટનાની દ્રષ્ટિએ વર્ષમાં બે વખત સુર્ય બરાબર માથા પર આવે ત્યારે તે જગ્યાએ અમુક ક્ષણો માટે પડછાયો અદ્રશ્ય થઇ જાય છે જેને ઝીરો શેડો કે તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે, અને સુર્યની આસપાસ પરિક્રમા કરે છ.ે સુર્ય હંમેશા એકની એક જગ્યાએ ઉગતો દેખાતો નથી, ઉનાળામાં ઉત્તર તરફ ખસતો દેખાય છે. અને શિયાાળમાં તે દક્ષિણ તરફ ખસતો દેખાય છ.ે

સુર્યની ગતી દરમ્યાન પૃથ્વીના કર્કવૃત-(ટ્રોપીક ઓફ સેન્સર + ર૩.પ અંશ. અને મકરવૃત (ટ્રોપીક ઓફ કેપરિકોન)-ર૩.પ અંશના વિસ્તારમાં વર્ષ દરમિયાન 'ઝીરો શેડો-ડે' બે દિવસ થાય છે.

અલગ અલગ સ્થળો માટે અક્ષાંસ મુજબ સૂર્યની બરાબર માથે આવવાની તારીખ અને સમય અલગ અલગ હોય છે. જુદા જુદા શહેરોની તારીખ અને સમય જોઇએ તો દ્વારકામાં ર જૂન બપોરે ૧ર.પ૦ કલાકે રાજકોટમાં ૩ જુન ૧ર.૪પ, જામનગરમાં ૪ જુનના બપોરે ૧ર.૪૮, ધ્રોલમાં પ જુન ૧ર.૪૭, મોરબીમાં ૭ જુન ૧ર.૪૯, અને ભુજમાં ૧૩ જુનના બપોરે ૧ર.પ૧ આ ઘટના સર્જાશે.

સૂર્યની દક્ષિણાયન ગતિ દરમ્યાન ૮ જૂલાઇના રોજ ફરીથી જામનગર શહેરમાં ઝીરો શેડો ડે માણી શકાશે. આ દિવસે જામનગરમાં ફરી થોડી ક્ષણો માટે સૂર્યનો પડછાયો અદૃશ્ય થઇ જશે. ઉપરોકત બંને દિવસો દરમિયાન જામનગરની ખગોળ પ્રેમી જનતાએ સુર્ય પ્રકાશ નીચે ઊભા રહીને સ્વયંભુ તેની અનુભુતિ કરવા, અને આ અલૌકિક ખગોળીય ઘટનાના જાતે જ સાક્ષી બનવા માટેનો જામનગર ખગોળવિદ કિરીટભાઇ શાહ દ્વારા અનુરોધ કરાયો છે.

કયાં કયારે પડછાયો ગુમ થશે ? રાજકોટમાં કાલે વિશિષ્ટ વ્યવસ્થા

રાજકોટ, તા. ર :  જુદા જુદા શહેરોમાં જુદી જુદી તારીખે પડછાયો અદ્રશ્ય થશે  જેમાં દ્વારકા ર જુન, ૧ર.પ૦ વાગ્યે, રાજકોટ ૩ જુન ૧ર-૪પ વાગ્યે, જામનગર ૪ જુન, ૧ર-૪૮ વાગ્યે, ધ્રોલ પ જુન, ૧ર-૪૭ વાગ્યે, મોરબી ૭ જુન, ૧ર.૪૯, ભુજ ૧૩ જુન, ૧ર.પ૧ વાગ્યે પડછાયો અદ્રશ્ય થશે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન સ્થાપિત, સંચાલિત ઓ.વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રની બિગ બેંગ એસ્ટ્રોનોમી કલબ દ્વારા તા. ૩ જુન અને શુક્રવારના રોજ ઝીરો શેડો ડે ની ઉજવણી કરવામાં આવનાર છે. તા. ૩ જુનના રોજ સૂર્ય બરાબર રાજકોટ શહેરના અક્ષાંશ પર હશે જેથી મધ્યાન સમયે થોડી ક્ષણો માટે વસ્તુઓનો પડછાયો ગાયબ થઇ જશે. આ ઘટનાના નિદર્શન માટે લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે જાહેર જનતા માટે વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમ સવારે ૧૧.૩૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધીનો રહેશે.

(3:06 pm IST)